MIની દુર્દશા માટે ભજ્જીએ રોહિતને ઠેરવ્યો જવાબદાર? જાણો હાર્દિક માટે શું કહ્યું?

PC: navbharattimes.indiatimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસથી બહાર થનારી પહેલી ટીમ બની હતી, એ સિવાય લીગ રાઉન્ડ સમાપ્ત થવા પર મુંબઈ ઇન્ડિયન્સ (MI) પોઇન્ટ્સ ટેબલમાં પણ સૌથી નીચે 10માં નંબર પર રહી. IPL ઇતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સની આ હાલત જોઈને બધા ચોંકી ગયા. મુંબઈ ઇન્ડિયન્સે IPL 2024 માટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો.

પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમની આ હાલત માટે ટીમના સીનિયર ખેલાડી જવાબદાર છે. હરભજન સિંહે રોહિત શર્મા, જસપ્રીત બૂમરાહ, સૂર્યકુમાર યાદવ કે કોઈ બીજાનું નામ ન લીધું, પરંતુ તેમનું માનવું છે કે સીનિયર ખેલાડી આ સીઝનમાં ટીમને બાંધીને ન ચાલી શક્યા. મુંબઈ ઇન્ડિયન્સની દુર્દશાને લઈને જ્યારે હરભજન સિંહને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જુઓ મુંબઈ ઇન્ડિયન્સ ખૂબ મોટી ટીમ છે, હું 10 વર્ષ એ ફ્રેન્ચાઇઝી ટીમ માટે રમ્યો છું.

ત્યાં ખૂબ જબરદસ્ત મેનેજમેન્ટ પણ છે,  એક એક વસ્તુ ખૂબ સારી રીતે ચાલે છે અને આ જે નિર્ણય હતો તે બેકફાયર કરી ગ., હાર્દિક પંડ્યા ત્યાંથી આવ્યો અને કેપ્ટન બન્યો. મને લાગે છે કે ત્યાં એવા વિચાર હતા કે આગળ અને ફ્યૂચરને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ મારા હિસાબે તે તેમાં સારી રીતે બેસ્યો નહીં. ટીમને જ્યારે રમતા જોઈ રહ્યા હતા, તો થોડી અલગ લાગી રહી હતી. કેપ્ટન અલગ અને ટીમ અલગ, કેટલાક છોકરા અલગ. તો વિખેરાયેલી ટીમ હોય છે, તો એવી જ હાલત થવાની હતી, જેવી થઈ છે.’

હરભજન સિંહનું માનવું છે કે આ બધામાં હાર્દિક પંડ્યાની કોઈ ભૂલ નથી. તેમણે આગળ કહ્યું કે, એવી મોટી ટીમોને આ રીતે નીચે જતી જોઈને મને તો દર્દ થાય છે. તો જે એ નિર્ણય લીધો હતો, મને લાગે છે તેનો સમય યોગ્ય નહોતો, જો એક વર્ષ બાદ પણ આવતો તો થોડું સારું હોત. કેમ કે હાર્દિક પંડ્યા ત્યાં ખૂબ સારું કરી રહ્યો હતો. ત્યાં પણ તે કેપ્ટન જ હતો, તો અહી હાર્દિક પંડ્યાનો તો કોઈ દોષ જ નથી. અહી મને લાગે છે કે સીનિયર ખેલાડીઓ પર થોડી જવાબદારી આવી જાય છે. કેપ્ટન કોઈ પણ હોય, પરંતુ સૌથી પહેલા ટીમ આવે છે, ટીમ બાબતે તમે પહેલા વિચારો છો, જુઓ કેપ્ટન આવશે, કેપ્ટન જશે, પરંતુ ટીમ રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp