તે ધીમો રમે છે પણ.. પૂજારાને ટીમથી બહાર કરવા પર ગુસ્સે ભજ્જી, જુઓ શું કહ્યું
દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે રેડ બૉલ ક્રિકેટમાં ભારતીય ટીમ પાસે ચેતેશ્વર પૂજારાથી સારો બેટ્સમેન કોઈ નથી. ભારતીય ટીમને સેન્ચુરિયન ટેસ્ટમાં મળેલી હાર બાદ હરભજન સિંહને પૂજારાની યાદ આવી છે. સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલરો સામે ભારતીય ખેલાડીઓએ 3 દિવસમાં જ સરેન્ડર કરી દીધું. આ ટેસ્ટમાં ન તો ભારતની બેટિંગ ચાલી અને ન તો બોલિંગ.
પહેલી ઇનિંગમાં કે.એલ. રાહુલે જરૂર સદી ફટકારી, પરંતુ તે પૂરતી નહોતી. તો બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી, પરંતુ બીજી તરફથી તેને સાથ ન મળ્યો. આ હાર બાદ હરભજન સિંહે કહ્યું કે, તેને સમજ આવી રહ્યું નથી કે ચેતેશ્વર પૂજારાને અંતે સિલેક્ટર્સે ટીમમાંથી કેમ ડ્રોપ કર્યો. તેમનું કહેવું છે કે તેમાં કોઈ શંકા નથી કે પૂજારા ધીમો રમે છે, પરંતુ તે તમને મેચમાં બચાવે છે.
હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય સિલેક્ટર્સને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે, ભારતીય ટીમમાં અજિંક્ય રહાણેને સિલેક્ટ કરવામાં આવ્યો નથી અને ચેતેશ્વર પૂજારાને છોડીને આગળ વધી ગયા. પૂજારાને કોઈ કારણ વિના બહાર કરી દેવામાં આવ્યો. આ સમયે ભારત પાસે રેડ બૉલ ક્રિકેટમાં તેનાથી સારો કોઈ બેટ્સમેન નથી. ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનરે પૂજારાના ગત રેકોર્ડ બતાવતા કહ્યું કે, તેણે બધી જગ્યાએ રન બનાવ્યા.
જો તમે પાછલા રેકોર્ડ જુઓ તો જેટલું યોગદાન વિરાટ કોહલીનું હતું, એટલું જ પૂજારાનું પણ હતું. મને સમજ પડતી નથી કે આખરે કેમ તેને બહાર કરવામાં આવ્યો. આપણી પાસે અત્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાથી સારો બેટ્સમેન નથી. તે ધીમો જરૂર રમે છે, પરંતુ તે તમને બચાવે છે. આ કારણે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સીરિઝ જીતી છે.
હરભજન સિંહે સેન્ચુરિયન ટેસ્ટ બાબતે કહ્યું કે, પહેલી ઇનિંગ બાદ જ ભારતીય ટીમની હાર નક્કી થઈ ગઈ હતી. 3 દિવસમાં ક્યારેય એમ નથી લાગ્યું કે, ભારતીય ટીમ ગેમમાં છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપ્ટાઉનમાં રમાશે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને સીરિઝ પોતાના નામે નહીં કરી શકે, પરંતુ બરાબર જરૂર કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp