હરભજન સિંહે જણાવ્યું ભારતીય ટીમે ક્યાં સુધી પાકિસ્તાન ન જવું જોઈએ

PC: amarujala.com

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાન પાસે છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે. જો કે, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેવા પાકિસ્તાન જશે કે નહીં? એ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ભારતીય ખેલાડીઓના પાકિસ્તાન જવા પર નિર્ણય સરકાર કરશે. હરભજન સિંહનું કહેવું છે કે, જ્યાં સુધી સુરક્ષાની ચિંતાઓ દૂર ન થઈ જાય, ત્યાં સુધી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન બિલકુલ ન જવું જોઈએ.

હરભજન સિંહે સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરતા કહ્યું કે, ત્યાં સુરક્ષાને લઈને ચિંતાઓ રહી છે. જો ત્યાં ખેલાડીઓની સિક્યોરિટી નહીં હોય, તો મને નથી લાગતું કે જવું જોઈએ. જો તેઓ કહે છે કે ટીમોને ફૂલ સિક્યોરિટી આપવામાં આવશે અને કોઈ પરેશાની નથી તો પછી જે સરકાર વિચારે, એ ઠીક છે. ઉલ્લેખનીય છે કે એ માત્ર ક્રિકેટ સુધી જ સીમિત નથી. એ તેની પાર છે. હું ક્રિકેટર તરીકે એમ જ કહી શકું છું કે ક્રિકેટ રમવી જોઈએ, રમો, પરંતુ ત્યાં સુરક્ષાને લઈને ચિંતા તો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણાં ખેલાડીઓએ ત્યાં સુધી ન જવું જોઈએ, જ્યાં સુધી આપણને ન લાગે છે સિક્યોરિટી બિલકુલ બરાબર છે. BCCIએ હંમેશાં કહ્યું છે કે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવી પૂરી રીતે સરકારનો નિર્ણય છે. ભારતીય ટીમ એશિયા કપ 2023માં રમવા માટે પણ પાકિસ્તાન નહોતી ગઈ. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મેજબાનીમાં એશિયા કપ હાઇબ્રીડ બોડલના આધાર પર આયોજિત થયો હતો. ભારતે પોતાની બચી મેચ શ્રીલંકામાં રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ સંભવિત સેમીફાઇનલ અને ફાઇનલ સહિત ભારતની બધી મેચ લાહોરમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 માર્ચે નિર્ધારિત કરવામાં આવી છે.

તો હવે PCBએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ બોર્ડને પોતાની ટીમ પાકિસ્તાન મોકલવા મનાવવાનું કામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર છોડી દીધું છે. થોડા અઠવાડિયા અગાઉ કોલંબોમાં ICCની બેઠક થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ પર ચર્ચા થઈ નહોતી. ICCના આગામી ચેરમેન જય શાહ હશે. જે 1 ડિસેમ્બર 2024થી કાર્યભાર સંભાળશે. જય શાહ હાલમાં BCCI સચિવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp