હાર્દિક MIમાં ગયો, ગિલે કહ્યું-ગુજરાત ટાઇટન્સ પાસે અનુભવી ખેલાડીઓની ખોટ નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની તૈયારીઓ ચાલી રહી છે અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રહી ચૂકેલા હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાવા વિશે પણ ભારે ચર્ચા ચાલી હતી. હવે ટીમ ઇન્ડિયાના ખેલાડી અને ગુજરાત ટાઇટન્સના પ્લેયર શુભમન ગિલનું એક નિવેદન સામે આવ્યું છે. ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને સત્તાવાર રીતે કેપ્ટન તરીકેની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ (MI)માં જોડાઇ ગયો છે.
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનું માનવું છે કે IPLની આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કરતી વખતે ભારતીય ટીમમાં અનુભવી કેપ્ટનના નેતૃત્વમાં રમવાનો અનુભવ તેને મદદરૂપ થશે. શુભમન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓના નેતૃત્વમાં રમ્યો છે અને તાજેતરમાં ભારતને વર્લ્ડ કપ ફાઇનલમાં લઈ જવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2022માં IPL ચેમ્પિયનનો ખિતાબ જીતનારી ગુજરાત ટાઇટન્સે IPL 2024 માટે કેપ્ટન તરીકેની જવાબદારી શુભમન ગિલને સોંપી છે. પહેલા બે સત્ર દરમિયાન હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહ્યો હતો.વર્ષ 2023 IPLમાં ગુજરાત ટાઇટન્સ હાર્દિકના નેજા હેઠળ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ચેમ્પિયન બની શકી નહોતી. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાઇ જવાને કારણે ગિલને ગુજરાત ટાઇટન્સની જવાબદારી સોંપવામાં આવી છે.
😍 From a dreamy eyed fanboy of the IPL to a captain of the Gujarat Titans! Aapdo Shubman is raring to own his latest designation! Hear his first words from a brand new chapter... 💙#TitansFAM, ready for a new era of leadership? 💙#AavaDe pic.twitter.com/vmIN7I4LQY
— Gujarat Titans (@gujarat_titans) November 29, 2023
વર્ષ 2018માં KKR તરફથી IPLમાં ડેબ્યૂ કરનાર શુભમન ગિલ તેની જિંદગીમાં પહેલી વખત આ ટૂર્નામેન્ટમા કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે. ગુજરાત ટાઇટન્સ દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોમાં શુભમન ગિલે કહ્યું છે કે, આપણે બધા જાણીએ છીએ કે કેપ્ટનશીપ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી હોય છે, તેમાંથી પ્રતિબદ્ધતા એક છે,શિસ્ત એક છે, મહેનત એક છે, વફાદારી તેમાંથી એક છે.
ગિલે કહ્યું કે, કારણકે હું અનેક દિગ્ગજ ખેલાડીઓના નેજા હેઠળ રમ્યો છું અને મેં હું તેમની પાસેથી ઘણું શિખ્યો છું.મારું માનવું છે કે આ દિગ્ગજ ખેલાડીઓ પાસેથી મેં જે કઇ પણ અનુભવ મેળવ્યો છે તે IPLમાં મને ઘણી મદદ કરશે.
ગિલે કહ્યું કે ગુજરાત ટાઇટન્સમાં અનુભવી ખેલાડીઓની કોઈ ખોટ નથી અને તેમને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પાસેથી ઘણું શીખવા મળશે. તેણે કહ્યું, અમારી ટીમમાં ઘણા સારા લીડર્સ છે, પછી તે કેન વિલિયમસન હોય કે રાશિદ ખાન કે પછી મોહમ્મદ શમી હોય કે ડેવિડ મિલર હોય, રિદ્ધિમાન સાહા પણ. એટલે મને લાગે છે કે બધું સારું જ થવાનું છે. નિશ્ચિત રીતે આ દરમિયાન ઘણું બધું શિખવા મળવાનું છે જે એક કેપ્ટન તરીકે મારો અનુભવ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp