IPLથી બહાર થઈ ગઈ MI, પંડ્યા કહે-KKR સામે હારનું કારણ શોધવામાં સમય લાગશે

PC: BCCI

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 24 રનથી હારી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની હાલમાં ફેન્સ ટીકા કરી રહ્યા છે. આ IPLની સીઝનમાં તે પહેલી મેચથી જ લોકોની નજરમાં રહ્યો હતો. એના અટપટા નિર્ણયોને કારણે મુંબઈને વધુ નુકસાન ઉઠાવવું પડ્યું હોય એવું કહેવાય છે.

કોલકાતા સામે મળેલી હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, બોલરોએ આ પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું, જો હું ખોટો ન હોવ તો બીજી ઈનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી થઈ ગઈ હતી. અમારે જોવું પડશે કે અમે શું સારું કરી શકતા હતા. રમતમાં સંઘર્ષ તો ચાલુ રહે છે. હું પણ મારા ટીમના ખેલાડીઓને એ જ કહું છું. આ પડકારજનક છે અને રમતમાં પડકાર મને પસંદ છે. KKRની સામેની હાર અંગે હાર્દિકે કહ્યું- હારનું કારણ શોધવામાં થોડો સમય લાગશે.

નહીં સુધરે પંડ્યા... હવે બુમરાહ સાથે ખરાબ વર્તન, શ્રેષ્ઠ બોલરનો ચહેરો જુઓ

IPL 2024માં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ટીમ 11 મેચમાંથી 8 મેચ તો હારી ચુકી છે. પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પર દરરોજ કંઈક ને કંઈક ગતકડાં કર્યા કરે છે. KKR સામેની મેચમાં તેણે બુમરાહ પર બૂમ બરાડા પડ્યા હતા.

હાર્દિક પંડ્યા તેના વર્તનને કારણે દરરોજ સમાચારોમાં ચમકતો રહે છે. IPL 2024ની શરૂઆતમાં, તે રોહિત શર્માનું ફિલ્ડ પ્લેસમેન્ટ સતત બદલાતો રહ્યો હતો. રોહિતને સતત અહીંથી ત્યાં દોડવું પડતું હતું. ગત સિઝનની વાત કરીએ તો, તેમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ દરમિયાન હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા. વાતાવરણ એટલું ગરમ થઇ ગયું હતું કે ફ્રેન્ચાઈઝી માલિકોએ આ મામલે દરમિયાનગીરી કરવી પડી. હવે આ સીઝનમાં હાર્દિક પંડ્યાએ જસપ્રિત બુમરાહ પર બૂમ બરાડા પાડ્યા છે.

કેપ્ટનશીપ મળ્યા પછી હાર્દિક પંડ્યા કંઈક અલગ દુનિયામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન એક સમયે તેણે મુંબઈ ઈન્ડિયન્સના અગ્રણી બોલર જસપ્રિત બુમરાહ પર બૂમ બરાડા પાડવાનું શરૂ કર્યું હતું. તે સમયે હાર્દિક બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિકે સર્કલમાં ફિલ્ડિંગ કરી રહેલા બુમરાહને પાછળ જવા કહ્યું. જ્યારે બુમરાહ જઈ રહ્યો હતો, ત્યારે હાર્દિકે તેને ઝડપથી બહાર જવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું.

જ્યારે હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહ પર બરાડા પાડ્યા ત્યારે તેનો ચહેરો જોવા જેવો હતો. બુમરાહ સંપૂર્ણપણે નિરાશ દેખાઈ રહ્યો હતો. બુમરાહ હસતાં હસતાં બીજી દિશામાં જોવા લાગ્યો. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની 17મી ઓવરમાં બની હતી. તે ઓવરમાં હાર્દિક પંડ્યા પણ ખરાબ રીતે પીટાયો હતો. તેને ઘણા સિક્સર પડ્યા હતા. તેની ચાર ઓવરના સ્પેલમાં 44 રન બનાવાયા હતા, અને તેણે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સતત ચોથી મેચ હારી ગઈ છે. હાર્દિકની ટીમે પણ લીગની શરૂઆત સતત 3 હાર સાથે કરી હતી. KKR સામેની મેચમાં હાર્દિકની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠ્યા હતા. 57 રનમાં 5 વિકેટ પડી ગયા પછી પણ તેણે જસપ્રિત બુમરાહને બોલિંગ ન આપી. બુમરાહની 3 ઓવર બાકી હતી. તે દરમિયાન KKRના પ્લેયર વેંકટેશ ઐયર અને મનીષ પાંડેને સેટ થવાની તક મળી ગઈ. આ સાથે KKR ટીમ મુશ્કેલ વિકેટ પર 169 રન બનાવવામાં સફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp