2025ની IPLની પહેલી મેચ હાર્દિક પંડ્યા નહીં રમી શકે, BCCIએ મૂક્યો પ્રતિબંધ

PC: swadeshnews.in

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ સિઝનમાં મુંબઈની ટીમની સફર ઘણી નિરાશાજનક રહી હતી અને ટીમ 14માંથી માત્ર ચાર જ મેચ જીતી શકી હતી. મુંબઈને શુક્રવારે લખનઉ સુપરજાયન્ટ્સ સામે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ધીમી ઓવર રેટ માટે હાર્દિક પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિઝનમાં ટીમનો આ ત્રીજો ગુનો છે, તેથી પંડ્યાને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.

IPLએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 30 લાખ રૂપિયાના દંડ ઉપરાંત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. મુંબઈ માટે આ સિઝનમાં કોઈ મેચ બાકી રહી નથી અને ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની તમામ 14 મેચ રમી છે, તેથી હાર્દિક પરનું આ સસ્પેન્શન આગામી સિઝન માટે લાગુ થશે અને તે 2025ની સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં. . IPL એ નિવેદનમાં કહ્યું કે, હાર્દિક સિવાય પ્લેઈંગ-11માં સામેલ ટીમના અન્ય ખેલાડીઓ પર 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ઈમ્પૅક્ટ ખેલાડી પર પણ લાગુ થશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને પણ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

IPL 2024 સીઝન પહેલા, મુંબઈએ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાં ટ્રેડ કરીને ટીમમાં મોટો ફેરફાર કર્યો હતો. હાર્દિક લાંબા સમય સુધી મુંબઈનો હિસ્સો હતો, પરંતુ 2022ની સીઝનની મોટી હરાજી પહેલા મુંબઈએ તેને છોડી દીધો અને ગુજરાતે હાર્દિકને તેનો કેપ્ટન બનાવ્યો. હાર્દિકે ગુજરાત સાથે શાનદાર સફર કરી હતી અને તેણે પહેલી જ સિઝનમાં ટીમને વિજેતા બનાવી હતી, જ્યારે ગત સિઝનમાં ગુજરાત રનર અપ હતું. જોકે, આ સિઝન પહેલા જ હાર્દિકે ગુજરાત છોડીને તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ તેના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. મુંબઈની ટીમ 14 મેચમાં ચાર જીત અને 10 હાર સાથે આઠ પોઈન્ટ સાથે સૌથી નીચેના 10માં સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp