હાર્દિક પંડ્યાને લઇ આવ્યા ખરાબ સમાચાર...

PC: thenewsminute.com

ભારતીય ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે અને અહી તે ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. ત્યારબાદ તેણે પોતાના જ ઘર આંગણે અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમવાની છે. પરંતુ એ અગાઉ જ ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વિરુદ્ધની T20 સીરિઝ નહીં રમી શકે. હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજા થઈ હતી. જેના કારણે તે વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયો હતો. જો કે, હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં રમી શકશે કે નહીં અત્યારે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા અત્યારે પૂરી રીતે ફિટ નથી. જો કે, અત્યારે તે રિકવરી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ મોહાલીમાં થશે. ત્યારબાદ ભારતીય ટીમે પોતાના જ ઘર આંગણે 5 મેચોની ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. ત્યારબાદ માર્ચ અને મે મહિના વચ્ચે IPL 2024ની સીઝન થશે. જો હાર્દિક ઇજાથી બહાર આવી ગયો, તો તે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટન્સી કરતો નજરે પડશે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ (GT ) પાસેથી ટ્રેડ કર્યો હતો અને તેને રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી.

હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે હાર્દિક IPL નહીં રમી શકે. એવામાં આ સમાચાર સાંભળતા જ મુંબઈ ફ્રેન્ચાઇઝીના મેનેમેન્ટનો માથાનો દુઃખાવો જરૂર વધી ગયો હશે. પરંતુ આ દરમિયાન એક અંગ્રેજી અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હાર્દિક હવે ફિટ થઈ ગયો છે. તેની ઘૂંટીની ઇજા પૂરી રીતે સારી થઈ ગઈ છે અને તે રોજ ટ્રેનિંગ કરી રહ્યો છે. તે પૂરી રીતે ફિટ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક IPL પણ રમી શકશે. અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ 11-17 જાન્યુઆરી વચ્ચે થવાની છે. તેના માટે ખૂબ સમય બચ્યો છે.

એવામાં હાર્દિક પંડ્યાની જગ્યાએ અફઘાનિસ્તાન સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપી શકાય છે. હાર્દિકની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની T20 સીરિઝમાં પણ સૂર્યકુમાર યાદવને જ કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિકને વર્લ્ડ કપ 2023 દરમિયાન બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન ઇજા થઈ હતી. ત્યારબાદ તે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત થવાના કારણે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસથી પણ બહાર થઈ ગયો. હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર 2 વીડિયો શેર કર્યા હતા, જેમાં તે જિલ્લામાં પરસેવો વહાવતો અને દીકરા સાથે મસ્તી કરતો નજરે પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp