વર્લ્ડ કપથી બહાર થયા બાદ પંડ્યા થયો ભાવૂક, લખ્યું- એ માનવું મુશ્કેલ છે કે...

PC: twitter.com

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે, એ માનવું ખૂબ જ મુશ્કેલ છે કે હવે હું આ વર્લ્ડ કપમાં નહીં રહીશ. પણ હું પૂરા મન સાથે આ ટીમની સાથે રહીશ. તમામ મેચની દરેક બોલ પર ટીમને ચિયર કરીશ. તમામ લોકોને શુભેચ્છા, પ્રેમ અને સપોર્ટ આપવા માટે આભાર વ્યક્ત કરું છું. આ ટીમ સ્પેશિયલ છે અને મને વિશ્વાસ છે કે આ ટીમ આપણને બધાને ગૌરવ અપાવશે.

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023થી બહાર થઈ ગયો છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં આ સમાચાર ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. પહેલા એવી આશા હતી કે હાર્દિક પંડ્યા ભારતીય ટીમની અંતિમ લીગ મેચ કે સેમીફાઇનલ કે ફાઇનલ અગાઉ ફિટ થઈ જશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે કોઈ પણ મેચ નહીં રમે. તેની જગ્યાએ ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં જગ્યા મળી છે. અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ અજેય રહી છે. તે અત્યાર સુધી રમાયેલી બધી મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે ભારતીય ટીમ 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને પછી 12 નવેમ્બરે નેધરલેન્ડ વિરુદ્ધ મેચ રમશે.

ત્યારબાદ સેમીફાઇનલ (15 કે 16 નવેમ્બરે) છે. પછી 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ છે. એવામાં હાર્દિકનું ભારતીય ટીમમાં ન હોવું, જરૂર ટીમ માટે મોટો ઝટકો કહેવાશે. તાજા અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા પોતાના પગની ઘૂંટીની ઇજાથી બહાર આવવામાં નિષ્ફળ રહ્યો છે અને ટૂર્નામેન્ટન બાકી મેચ નહીં રમી શકે. પૂણેમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખત હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઇજા થઈ ગઈ હતી. ભારતીય ટીમમાં તેની જગ્યા પ્રસિદ્ધ કૃષ્ણા લેશે.

ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું સિલેક્શન પણ હેરાન કરનારું છે કેમ કે તે બોલર છે. પહેલા આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જો હાર્દિક ટૂર્નામેન્ટથી બહાર થાય છે, તો તેની જગ્યાએ કોઈ ઓલરાઉન્ડર આવશે, પરંતુ આ અનુભવહીન ફાસ્ટ બોલરને શનિવારે ટૂર્નામેન્ટના ઇવેન્ટ ટેક્નિકલ કમેટી દ્વારા મંજૂરી મળ્યા બાદ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પૂણેમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખત હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઇજા થઈ ગઈ હતી. ત્યારબાદ તે મેદાનથી બહાર જતો રહ્યો હતો. આ કારણે તે પોતાની પહેલી ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો.

ત્યારબાદ તેની જગ્યાએ વિરાટ કોહલીએ 3 બૉલ ફેંક્યા હતા. હાર્દિક પંડ્યાનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન એવરેજ રહ્યું. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી. તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર એક મેચમાં બેટિંગ કરવાનો અવસર મળ્યો, જ્યાં તેણે નોટઆઉટ 11 રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે 17 વન-ડે રમી છે, તેમાં તેના નામે 29 વિકેટ છે. તે ભારત તરફથી 27 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટમાં અંતિમ વન-ડે રમવા ઉતર્યો હતો. જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 ઓવરોમાં 45 રન ખર્ચીને એક વિકેટ લીધી હતી.

https://khabarchhe.com/uploads/mc_path/1699078842Hardik.jpg

તેની વિરુદ્ધ કૃષ્ણાએ 2 T20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે, જ્યાં તેના નામે કુલ 4 વિકેટ છે. તે ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. તે ટીમમાં આવ્યા બાદ હવે ટીમમાં કુલ 5 ફાસ્ટ બોલર થઈ ગયા છે. જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર પહેલા જ ટીમમાં સામેલ છે. ઇવેન્ટ ટેક્નિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે મંજૂરી આપી, તેનો અર્થ છે કે પ્રસિદ્ધ કૃષ્ણા રવિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વર્લ્ડ કપના મહત્ત્વપૂર્ણ મેચ માટે સિલેક્શન માટે ઉપલબ્ધ હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વર્તમાનમાં વર્લ્ડ કપ સ્ટેડિંગમાં ટોપ-2માં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp