ભારતને 2 ઝટકા, અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝમાંથી આ ખેલાડી બહાર

PC: twitter.com

અફઘાનિસ્તાન સામે ગુરુવાર, 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના બે મુખ્ય ખેલાડી આ શ્રેણીનો ભાગ નહીં હોય. ઈજાના કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ સારી વાત એ છે કે તેઓ IPL 2024માં ફિટ થઈ જશે.

જોકે, અગાઉ એવું માનવામાં આવતું હતું કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન શ્રેણીમાંથી પુનરાગમન કરી શકે છે. પરંતુ ભારતીય ચાહકો નિરાશ થયા છે. જ્યારે, રૂતુરાજ ગાયકવાડ પણ આંગળીમાં ઈજાના કારણે ઉપલબ્ધ નથી. તે ઈંગ્લેન્ડ સામેની આગામી હોમ ટેસ્ટ સિરીઝના પ્રથમ ભાગને પણ ચૂકી શકે તેવી શક્યતા છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા વર્લ્ડકપ 2023 દરમિયાન ઇજાને કારણે અને સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પગમાં થયેલી ઇજાને કારણે અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીનો ભાગ નહીં હોય. આ શ્રેણી T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 શ્રેણી છે. આ પછી ટેસ્ટ સિરીઝ અને પછી તમામ ખેલાડીઓ IPL 2024માં વ્યસ્ત થઈ જશે. ટીમ સિલેક્શનથી લઈને તૈયારીના દૃષ્ટિકોણના કારણે આ શ્રેણી ખૂબ જ મહત્વ ધરાવે છે.

IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં યોજાશે. આ રીતે, આ ત્રણ મેચોની શ્રેણી ટીમના કેટલાક ખેલાડીઓના નામને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે. આ શ્રેણીમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની વાપસી પણ શક્ય છે. તેણે છેલ્લે 2022માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની હાર પછી એક પણ T20I મેચ રમી નથી.

BCCI, ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે, T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ટીમનો કેપ્ટન બને. જો કે, ઘણા ક્રિકેટરો અને કેટલાક ક્રિકેટ નિષ્ણાતો માને છે કે, હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવી જોઈએ, પરંતુ જોવાની વાત એ છે કે, રોહિત શર્મા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે, પરંતુ હાર્દિક પંડ્યા તે ટીમનો કેપ્ટન રહેશે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાને રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp