રોહિતની IPLની કેપ્ટનશીપ છીનવી લેવા પર હાર્દિક પંડ્યા કહે- રોહિત તો...

PC: cricinformer-com.translate.goog

રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. IPL 2024 પહેલા, રોહિતને મુંબઈ ઈન્ડિયન્સ (MI) દ્વારા કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. IPLની છેલ્લી બે સિઝનમાં હાર્દિક ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન હતો.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળ્યા પછી હાર્દિક પંડ્યાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મુખ્ય કોચ બાઉચરને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એવો પણ સવાલ હતો, જેનો હાર્દિકે જવાબ આપ્યો ન હતો. સવાલ એ હતો કે, મેનેજમેન્ટે રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી આપવાનું શું કારણ હતું?

આ સવાલ પર હાર્દિક પંડ્યાએ મૌન સેવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બાઉચરે પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને આગળનો પ્રશ્ન પૂછવાનું કહ્યું હતું. જોકે, હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા સાથે જોડાયેલા બાકીના સવાલોના જવાબ ચોક્કસથી આપ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ પુષ્ટિ કરી કે IPL 2024ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સોમવારે (18 માર્ચ)ના રોજ તેમની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમશે.

હાર્દિકે કહ્યું, 'સૌથી પહેલા, તે કોઈ અલગ નથી થવા જય રહ્યું, કારણ કે જો મને કોઈ મદદની જરૂર હશે, તો રોહિત ત્યાં હાજર હશે. ઉપરાંત, તે ભારતીય ટીમનો કેપ્ટન છે. હવે હું તેની કપ્તાનીમાં તેણે જે હાંસલ કર્યું છે તેને આગળ લઈ જવા માંગુ છું. તે વિચિત્ર અથવા કંઇ અલગ નહીં હોય. આ એક સારો અનુભવ હશે. મેં મારી આખી કારકિર્દી તેમની કેપ્ટનશીપમાં રમી છે. હું જાણું છું કે આખી સીઝન દરમિયાન તેનો હાથ હંમેશા મારા ખભા પર રહેશે.'

હાર્દિક પંડ્યાએ કહ્યું, 'સાચું કહું તો અમે ચાહકોનું સન્માન કરીએ છીએ, સાથે જ અમે રમત પર ધ્યાન આપીએ છીએ. હું ચાહકોનો ખૂબ જ આભારી છું. તે જે કહે તે કહેવાનો તેમને પૂરો અધિકાર છે, હું તેના અભિપ્રાયનું સન્માન કરું છું. ઉપરાંત, અમે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપીશું.'

હાલમાં IPL 2024ની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 17 દિવસના સમયગાળામાં કુલ 21 મેચો રમાશે. આ 21 મેચો 10 શહેરોમાં રમાશે. IPL 2024માં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચે રાત્રે 8 વાગ્યે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp