નેટ્સ પર હારિસ રઉફે વિરાટ કોહલીને કરી હતી બોલિંગ, જાણો શું બોલ્યો પાક.ની બોલર

PC: mensxp.com

હારિસ રઉફ અને વિરાટ કોહલી આજે ક્રિકેટની દુનિયાના સૌથી રોમાંચક ખેલાડી છે. બંને ઘણી વખત એક-બીજાનો સામનો કરી ચૂક્યા છે અને તેમની ટક્કર હંમેશાં જ રોમાંચક રહી છે. ફરી એક વખત વન-ડે વર્લ્ડ કપમાં આ બંને ખેલાડીઓની ટક્કર જોવા મળી શકે છે. હારિસ રઉફ પોતાની શાનદાર બોલિંગ અને 150 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ગતિ માટે જાણીતો છે. તો વિરાટ કોહલી દુનિયામાં ટેક્નિકલ રૂપે સૌથી મજબૂત બેટ્સમેનોમાંથી એક છે. આ દરમિયાન હારિસ રઉફે વિરાટ કોહલીને લઈને એક મોટી વાત કહી છે.

હારિસ રઉફે હાલમાં જ યાદ કર્યું કે, જ્યારે તેણે વર્ષ 2018-19માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં નેટ બોલરના રૂપમાં વિરાટ કોહલીને બોલિંગ કરી હતી. ત્યારબાદ હારિસ રઉફે વર્ષ 2020માં ડેબ્યૂ કર્યું હતું. ESPN ક્રિકઇન્ફોની ડોક્યૂમેન્ટ્રી ‘ધ ઇન્ક્રેડિબલ રાઇઝ ઓફ હારિસ રઉફ’માં બોલતા પાકિસ્તાની બોલરે કહ્યું કે, જ્યારે હું ભારતીય ટીમ માટે નેટ બોલર હતો અને વિરાટ કોહલીને બોલિંગ કરી રહ્યો હતો, તો મને એમ લાગ્યું જેમ કે તેને ખબર હતી કે બૉલ તેની બેટ પર ક્યાં લાગશે?

તેણે આગળ કહ્યું કે, તે ખૂબ કોન્ફિડેન્ટ હતો અને તેનાથી ખબર પડે છે કે તેમની એકાગ્રતા કેટલી તીવ્ર હતી. અહી સુધી કે નેટ પર અભ્યાસ સેશન પણ એવું લાગ્યું જેમ હું નેટ બોલર હોવા છતા તેની વિરુદ્ધ મેચ રમી રહ્યો છું. તેનો કંટ્રોલ અને તીવ્રતાએ મને અનુભવ કરાવ્યો કે, રમતમાં તેનું નામ આટલું મોટું કેમ છે. આ અગાઉ હારિસ રઉફે વિરાટ કોહલીની 82* રનોની ઇનિંગ અમે MCGમાં ભારતીય બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલા સિક્સ બાબતે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જે પ્રકારે તેણે T20 વર્લ્ડ કપ રમ્યો, તે તેની ક્લાસ છે.

તેણે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ તે જે પ્રકારના શૉટ રમે છે અને જે પ્રકારે તેણે છગ્ગા માર્યા, મને નથી લાગતું કે કોઈ અન્ય ખેલાડી મારા બૉલ પર એવા શૉટ લગાવી શકે છે. જો દિનેશ કાર્તિક કે હાર્દિક પંડ્યાએ એ સિક્સ લગાવ્યા હોત તો મને દુઃખ થઈ શકતું હતું, પરંતુ એ વિરાટ કોહલીના બેટથી નીકળ્યા અને તે પૂરી રીતે એક અલગ ક્લાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp