ભારત સામે ટેસ્ટ સીરિઝ પહેલા ઈંગ્લેન્ડ ઝટકો, આ ખેલાડી પાછો દેશ પરત ફર્યો
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 ટેસ્ટ મેચની સીરિઝનો આગાઝ થઈ રહ્યો છે, તે પહેલા જ ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો મળ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ને ધ્યાનમાં રાખીને આ સીરિઝ બંને દેશો માટે મહત્ત્વની છે અને દોઢ મહિના સુધી આ સીરિઝ ચાલવાની છે, ત્યારે ઈંગ્લેન્ડને એક ઝટકો તો મળી ગયો છે.
ઈંગ્લેન્ડની ટીમનો યુવા ખેલાડી હેરી બ્રૂક ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે, બ્રૂક અંગત કારણોસર ટીમ છોડીને પોતાના દેશ પરત ફરી ગયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ અંગે માહિતી આપી હતી કે હેરી બ્રૂક અંગત કારણોસર ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની ભારતની સીરિઝને તત્કાલ પ્રભાવથી છોડીને સ્વદેશ પરત ફરી ગયો છે. તે ભારત પાછો નહીં ફરે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, બ્રૂક પરિવાર આ દરમિયાન તમામ લોકોને સન્માનપૂર્વક પ્રાઇવસી આપવાની અપીલ કરે છે. જો કે હજુ તેના રિપ્લેસમેન્ટને લઈને ટીમે કોઈ જાહેરાત કરી નથી.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
પહેલી ટેસ્ટ મેચ 25-29 જાન્યુઆરી હૈદરાબાદ
બીજી ટેસ્ટ મેચ 2-6 ફેબ્રુઆરી
ત્રીજી ટેસ્ટ મેચ 15-19 ફેબ્રુઆરી
ચોથી ટેસ્ટ મેચ 23-27 ફેબ્રુઆરી
પાંચમી ટેસ્ટ મેચ 7-11 માર્ચ
ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમઃ
બેન સ્ટોક્સ
જેક ક્રોલી
બેન ડકેટ
રેહાન અહમદ
જોની બેરિસ્ટો
શોએબ બશીર
બેન ફોક્સ
જેમ્સ એન્ડરસન
ગસ એટકિન્સન
ટોમ હાર્ટલી
જેક લીચ
ઓલી પોપ
ઓલી રોબિન્સન
જો રૂટ
માર્ક વૂડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp