અનુષ્કા શર્માની ભારતમાં નહીં, આ દેશમાં થશે બીજી ડિલિવરી, મોટા ઉદ્યોગપતિનો ખુલાસો

PC: bollywoodshaadis.com

અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી જલદી જ બીજા સંતાનના માતા-પિતા બનવાના છે. સમયથી પોતાની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. જો કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સત્તાવાર એક્ટ્રેસની બીજી પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરી નથી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે અનુષ્કા શર્મા થોડા દિવસોમાં લંડનની હૉસ્પિટલમાં પોતાના બીજા સંતાનને જન્મ આપશે. અનુષ્કા શર્માની ડિલિવરી સાથે જોડાયેલું એક મોટું અપડેટ બિઝનેસમેન હર્ષ ગોયનકાએ આપ્યું છે.

તેમણે કહ્યું કે, આગામી થોડા દિવસોમાં અનુષ્કા એક નવા બેબીને જન્મ આપશે. હર્ષ ગોયનકાએ એ પણ સવાલ ઉઠાવ્યો છે કે આ બેબીનું અનુષ્કા શર્માના પગલે એક્ટ્રેસ કે એક્ટર બનશે કે વિરાટ કોહલીના પગલે ક્રિકેટર? હર્ષ ગોયનકાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, 'આગામી થોડા દિવસોમાં એક નવું બેબી જન્મ લેશે! આશા છે કે બાળક મહાન ક્રિકેટર પિતાની જેમ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કે એ માતાને ફોલો કરશે અને એક ફિલ્મ સ્ટાર બનશે.

હર્ષ ગોયનકાએ પોતાની ટ્વીટમાં હેઝટેગ સાથે 'મેડ ઇન ઈન્ડિયા' અને 'ટૂ બી બોર્ન ઇન લંડન'નો ઉપયોગ કર્યો છે. તેનાથી બધાને વિશ્વાસ થઈ ગયો છે કે હર્ષ ગૌયનકા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાબતે વાત કરી રહ્યા છે. ફેન્સ કમેન્ટ કરીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને શુભેચ્છા આપી રહ્યા છે. મોટા ભાગના લોકોએ કમેન્ટ કરીને ફિલિંગ રજૂ કરી છે અને કહ્યું કે બેબી ક્રિકેટર જ બનશે. અનુષ્કાની બીજી પ્રેગ્નેન્સીના સમાચારો પહેલી વખત ઑક્ટોબર 2023માં ત્યારે લાઇમલાઇટમાં આવ્યા.

હિન્દુસ્તાન ટાઇમ્સે ત્યારે પોતાનો એક રિપોર્ટમાં દાવો કર્યો કે અનુષ્કા બીજી વખત પ્રેગ્નેન્ટ છે. રિપોર્ટમાં જાણકારોના સંદર્ભે લખ્યું હતું કે, 'અનુષ્કા પોતાના બીજા બાળકોની આશા કરી રહી છે. ગત વખતની જેમ, તેઓ બાદમાં ઔપચારિક રૂપે દુનિયા સાથે આ સમાચાર શેર કરશે.' જાન્યુઆરી 2024માં ક્રિકેટર એબી ડિવિલિયર્સે અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીના રિપોર્ટની પુષ્ટિ કરી, જ્યારે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'હા, હા તેમનું બીજું બેબી આવવાનું છે. વિરાટ માટે આ ફેમિલી ટાઇમ છે અને તેના માટે એ જરૂરી છે. મને લાગે છે કે મોટા ભાગના લોકોની પ્રાથમિકતા પરિવાર છે. તમે તેના માટે વિરાટને જજ નહીં કરી શકો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp