‘અમ્પાયર્સ કોલ’ને હર્ષા ભોગલેએ ફાયદાથી સમજાવ્યો, પરંતુ ભજ્જીએ કહ્યું-હટાવો યાર..

PC: thelallantop.com

અમ્પાયર્સ કોલ સાથે જોડાયેલો વિવાદ નવો નથી. ઘણા સમયથી એક્સપર્ટ્સ તેના પક્ષ-વિપક્ષમાં મંતવ્ય આપતા રહે છે. હવે તેને લઈને ફરી એક વખત બહેસ છેડાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર હરભજન સિંહ અને હર્ષા ભોગલે વચ્ચે તીખી બહેસ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ. તેમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટે હરાવી દીધી. મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણયોને લઈને સવાલ ઉઠ્યા.

બીજી ઇનિંગની 19મી ઓવરમાં દક્ષિણ આફ્રિકન બેટ્સમેન રાસી વેન ડેર ડૂસેનને LBW આઉટ આપી દેવામાં આવ્યો. તેણે રિવ્યૂનો ઉપયોગ કર્યો. બૉલ મુશ્કેલીથી સ્ટમ્પ્સને સ્પર્શ કરતો નજરે પડ્યો, પરંતુ નિયમ મુજબ, તેને અમ્પાયર્સ કોલ હેઠળ આઉટ આપી દેવામાં આવ્યો. આ ઇનિંગમાં તબરેજ શમ્સીને પણ LBW આઉટ ન આપવામાં આવ્યો, જ્યારે બૉલ વિકેટને સ્પર્શી રહ્યો હતો એટલે કે એક વિરોધાભાસની સ્થિતિ ઉત્પન્ન થઈ. બંને નિર્ણયો બાદ ફેન્સ અને એક્સપર્ટ્સ બધા અમ્પયાર કોલના નિયમને વિરોધ કરી રહ્યા છે.

લોકો ICCને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. આ નિયમ હટાવવાની વાત કહેવામાં આવી રહી છે. આ બંને નિર્ણયો બાદ મોટા મોટા દિગ્ગજ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. સૌથી પહેલા કમેન્ટેટર હર્ષા ભોગલેએ આ વિવાદ પર પોતાની વાત રાખી. તેઓ આ આખી સિસ્ટમના સપોર્ટમાં હતા. તેમણે X પર લખ્યું કે, ‘મને લાગે છે કે ફરીથી અમ્પાયર્સ કોલ નિયમને સમજાવવાનો સમય આવી ગયો છે.

બૉલ પેડ સાથે ટકરાયાં બાદ તમે જે પ્રોજેક્શન જોઈ રહ્યા છો, તેનાથી ખબર પડે છે કે જો બૉલ ટકરાતો નથી (પેડ સાથે), તો ત્યાં જઈને લાગતો. જો પ્રોજેક્શનમાં બૉલનો 50 ટકાથી વધુ હિસ્સો જઈને સ્ટમ્પ્સને લાગે છે તો તેને શ્યોર આઉટ માનવામાં આવે છે, પરંતુ જો 50 ટકાથી ઓછો ટકરાઇ રહ્યો હોય છે તો હાલમાં યુઝ કરવામાં આવી રહેલી ટેક્નોલોજી આ વાતને શરત સાથે કન્ફર્મ નહીં કહી શકે કે બૉલ વિકેટ્સ પર જઈને લાગતો.

એવામાં અમ્પાયર્સના નિર્ણય પર જવામાં આવે છે કેમ કે આ કેસમાં ટેક્નોલોજી પાક્કું કહી રહી નથી કે બૉલ વિકેટ્સને લાગતો જ. આ એક ફેર અને સારી રીત છે. કેમેરા હજુ સારા થતા જશે, અને પ્રોજેક્ટ પાથ વધુ સ્પષ્ટ થતો જશે. એક દિવસ આવશે, જ્યારે આપણે શ્યોર થઈ શકીશું કે બૉલ જો બેલ્સ સાથે ટકરાઇ રહ્યો છે તો તે હકીકતમાં વિકેટ્સ સાથે જઈને ટકરાશે. એટલે કે ક્રિકેટના સૌથી બેસ્ટ રીડર્સ અને કમેન્ટેટરમાંથી એક હર્ષા ભોગલેનું માનવું છે કે અત્યારની ટેક્નોલોજીને જોતા આ પ્રક્રિયા એકદમ સાચી છે.

જો કે, હરભજનના વિચાર અલગ છે. તેમણે લખ્યું કે, બૉલ વિકેટ સાથે ટકરાઇ રહ્યો છે તો આઉટ થવો જોઈએ. સિમ્પલ છે, હર્ષા. એવું જ કાલે ભારતીય ટીમ સાથે થઈ શકે છે. ICCએ અથવા તો નિર્ણય સાથે રહેવું જોઈએ કે ટેક સાથે. જો અમ્પરનો કોલ અંતિમ નિર્ણય છે તો ગેમમાં ટેકની જરૂરિયાત નથી. એક આઉટ બૉલ રહ્યો છે, એક નોટઆઉટ, તમે એવી પરિસ્થિતિ નહીં રાખી શકો. એ બકવાસ છે. હરભજનની વાત સાથે ઘણા ફેન્સ સહમતી ધરાવે છે.

ભજ્જીએ વધુ એક ટ્વીટ કરી. તેમાં તેમણે લખ્યું કે, આજે કોણ જીત્યું કે કોણ હાર્યું.. તેનાથી ફરક પડતો નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી કે કોણ રમી રહ્યું હતું, પરંતુ નિયમ યોગ્ય નથી. કાલે એ આપણી સાથે (ભારત) સાથે પણ થઈ શકે છે. અમ્પાયર્સની ભૂલના કારણે આપણે વર્લ્ડ કપ ફાઇનલ હારી ગયા તો? પછી શું થશે? આ બહેસ લાંબા સમયથી ચાલી રહી છે. તેના પર ભજ્જી અને હર્ષાએ પોતાના વિચાર રાખ્યા છે. જો મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ આ મેચ 1 વિકેટે જીતી લીધી. પાકિસ્તાન માટે સેમીફાઇનલ સુધીની સફર કરવું હજુ મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાનની આ સતત ચોથી હાર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp