મયંક-ક્લાસેનને આઉટ કરી દાદાગીરી બતાવવી હર્ષિત રાણાને ભારે પડી, BCCIએ આપી આ સજા

PC: hindustantimes.com

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024ની ત્રીજી મેચ ગયા શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં KKRનો હીરો યુવા ઝડપી બોલર હર્ષિત રાણા હતો, જેણે છેલ્લી ઓવરમાં 13 રનનો બચાવ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. KKR આ રોમાંચક મેચ 4 રને જીતવામાં સફળ રહ્યું હતું. જો કે મેચ પછી હર્ષિત રાણાને IPL દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આનું કારણ શું છે, ચાલો તમને બતાવીએ...

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી હર્ષિત રાણાને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રાણાએ SRH ખેલાડીઓ મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેનને આઉટ કર્યા પછી તેના પ્રત્યેના વર્તન બદલ તેની મેચ ફીના 60% દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1ના બે ગુના માટે દંડ ફટકારવામાં આવ્યા પછી હર્ષિત રાણાએ મેચ રેફરીના આ નિર્ણયને સ્વીકાર્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, મેચ રેફરીના નિર્ણયને અંતિમ માનવામાં આવે છે અને આવા ઉલ્લંઘન માટે બંધનકર્તા છે. વિવાદ થયો હોવા છતાં, હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં 13 રનનો સફળતાપૂર્વક બચાવ કરીને KKRની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે KKRનો SRH પર 4 રનથી વિજય થયો હતો.

હેનરિક ક્લાસને એક સમયે તોફાની ઇનિંગ્સ રમીને KKRની હાલત ચોક્કસપણે બગાડી હતી. હેનરિક ક્લાસને 29 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં આઠ સિક્સર સામેલ હતી. હેનરિક ક્લાસેન ઉપરાંત ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને અભિષેક શર્માએ 32-32 રન બનાવ્યા હતા. KKR માટે હર્ષિત રાણાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે 'પ્લેયર ઓફ ધ મેચ' આન્દ્રે રસેલને બે વિકેટ મળી હતી.

મેચ પછી કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે છેલ્લી ઓવર પહેલા હર્ષિત રાણાને શું કહ્યું હતું તે જણાવ્યું. અય્યરે કહ્યું, ‘17મી ઓવરથી દબાણ વધી રહ્યું હતું. સાચું કહું તો છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શક્યું હોત. હર્ષિત રાણા પણ જ્યારે છેલ્લી ઓવર બોલ કરવા આવી રહ્યો હતો ત્યારે તે થોડો નર્વસ હતો. પણ મેં હર્ષિતને કહ્યું કે, ભલે આપણે હારી જઈએ તો પણ વાંધો નથી. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું આ તારી ક્ષણ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp