ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર રાષ્ટ્રગાનના સમયે મેદાનમાં કેમ અલગ ઉભો રહ્યો, જાણો

PC: sakshi.com

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ શરૂ થવા અગાઉ એક અજીબો-ગરીબ ઘટના જોવા મળી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન રાષ્ટ્રગાનના સમયે ટીમના બાકી ખેલાડીઓથી અલગ ઊભો નજરે પડ્યો. એટલું જ નહીં, મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર વિકેટ પડવાના સેલિબ્રેશન મનાવવા દરમિયાન પણ તે બીજા ખેલાડીઓથી દૂર જ દેખાયો. ગ્રીન સાથે આ વર્તને દરેકને હેરાન કરી રાખ્યા છે કે આખરે તેનું કારણ શું છે?

કેમરન ગ્રીન કોરોના સંક્રમિત થવા છતા પણ બીજી ટેસ્ટ મેચ રમવા ઉતાર્યો છે. ડ્રેસિંગ રૂમથી લઈને ગ્રાઉન્ડ સુધી કેમરન ગ્રીન કોરોના પ્રોટોકૉલનું પાલન કરતો નજરે પડ્યો. ટોસ બાદ જ્યારે બંને ટીમો રાષ્ટ્રગાન માટે આવી તો ગ્રીને પ્રોટોકોલ હેઠળ અલગ ઊભું રહેવું પડ્યું. એ સિવાય ગ્રીન મેદાન પર પણ વિકેટ પડવાનું સેલિબ્રેશન બધા ખેલાડીઓ સાથે મનાવી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ બદલાવ થયો નથી. પેટ કમિન્સે કેમરન ગ્રીનને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યો.

કેમરન ગ્રીનનો કોરોના ટેસ્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. કેમરન ગ્રીન અગાઉ ટ્રેવીસ હેડ કોવિડ પોઝિટિવ થયો હતો. તેની એડિલેડ ટેસ્ટ બાદ તબિયત ખરાબ થઈ હતી. ગ્રીનની જેમ ટ્રેવીસ હેડ પણ પ્લેઇંગ ઇલેવાનનો હિસ્સો છે.

ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ ઇલેવન:

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ XI:

ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, કિર્ક મેકેન્જી, એલિક એથાનાજે, કેવમહોજ, જસ્ટિન ગ્રીવ્સ, જોશુઆ દા સિલ્વા, કેવિન સિંક્લેયર, અલ્જારી જોસેફ, કેમર રોચ, શમર જોસેફ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI:

ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરન ગ્રીન, ટ્રેવીસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લાયન, જોશ હેઝલવુડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp