કે.એલ.રાહુલ અને ઇશાન કિશન? ગૌતમ ગંભીરે જણાવ્યું આગામી મેચમાં કોને રમાડવો જોઈએ

PC: indiatoday.in

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે અને આ ટીમમાં કે.એલ. રાહુલની પણ પસંદગી કરવામાં આવી છે. જો કે, પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું માનવું છે કે વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં કે.એલ. રાહુલની જગ્યાએ ઇશાન કિશનને ચાન્સ આપવામાં આવે. ગૌતમ ગંભીરે કહ્યું કે, કે.એલ. રાહુલ ઘણા સમયથી જરાય ક્રિકેટ રમ્યો નથી, જ્યારે ઇશાન કિશન સતત શાનદાર પ્રદર્શન કરતો આવી રહ્યો છે. કે.એલ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી જ ઇજાગ્રસ્ત હતો અને હવે તે ફિટ થયો છે.

જો કે, તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. તો બીજી તરફ ઇશાન કિશને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ખૂબ દબાવમાં શાનદાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપ જીતવા માટે સૌથી જરૂરી એ છે કે જે ખેલાડી ફોર્મમાં છે તેને રમાડવામાં આવે.

તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, ‘મને એવી વસ્તુ બતાવો, ચેમ્પિયનશિપ જીતવા માટે શું જરૂરી છે નામ કે ફોર્મ?’ જો રોહિત શર્મા કે વિરાટ કોહલીએ ઇશાન કિશનની જેમ શાનદાર પ્રદર્શન કર્યું હોત તો પણ તમે શું એમ જ કહેતા કે, કે.એલ. રાહુલને તેની જગ્યાએ રમાડી દો. જ્યારે તમે વર્લ્ડ કપ જીતવા માટે પોતાનો જોર લગાવી રહ્યા છો તો પછી તમે નામ જોતા નથી, તમે ફોર્મ જુઓ છો.'

તેમણે આગળ કહ્યું કે, 'તમે એ ખેલાડીઓને સિલેક્ટ કરો છો જે સારું પ્રદર્શન કરીને પોતાનું ટાઇટલ જીતાડી શકે. મને લાગે છે કે ઇશાન કિશને એ બધુ કર્યું છે જેના કારણે તેણે ટીમનો હિસ્સો હોવું જોઈએ. જો તે ઇશાન કિશન છે અને વધારે ઇન્ટરનેશન મેચ અત્યાર સુધી રમી નથી તો તેનો મતલબ એ નથી કે તમે તેની જગ્યાએ કે.એલ. રાહુલને રમાડી દો.'

વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), જસપ્રીત બૂમરાહ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp