આ ભારતીય ખેલાડીના ફેન થયા સ્ટીવ વૉ, કહ્યુ- ટીમમાં લક્ષ્ય હાંસલ કરવાની આદત પાડી

PC: timesnownews.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. સ્ટીવ વોનું માનવું છે કે વિરાટ કોહલીના નવા વલણોએ ટીમમાં દરેક મુશ્કેલીમાંથી લડવાની ટેવ નાખી છે. આજ કારણે આ ટીમ હવે ડરતી નથી અને વિરોધીઓને તેમના જ અંદાજમાં જવાબ આપે છે. સ્ટીવ વૉએ આ વાતો પોતાની નવી ડોક્યુમેન્ટ્રી કેપ્ચરિંગ ક્રિકેટ સ્ટીવ વો ઇન ઈન્ડિયામાં કહી છે. સ્ટીવ વૉએ કહ્યું કે ભારતીય ટીમની વિચારવાની રીતમાં બદલાવ લાવવાનો શ્રેય પણ વિરાટ કોહલીને આપ્યો છે.

તેમણે કહ્યું કે મને કોહલી એટલે પસંદ છે કેમ કે ભારતીય ટીમના બદલેલા વલણો પાછળ તે જ છે. તેણે સાથી ખેલાડીઓમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ન ડરવાનું વલણ ઉત્પન્ન કર્યુ છે. દરેક વસ્તુનો સામનો કરવાનો વિશ્વાસ અપાવ્યો અને એમ જણાવ્યું કે કોઈ પણ લક્ષ્યને મેળવી શકે છે. તે આધુનિક યુગનો હીરો છે. સ્ટીવ વોએ આ સિવાય આ ડોક્યુમેન્ટ્રીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે પણ ભારતીય યુવા ક્રિકેટરોના વિચારમાં આવેલા બદલાવાનું એક કારણ ગણાવ્યું છે.

રાહુલ દ્રવિડનું માનવું છે કે ભારતના યુવાનો આજે પણ માને છે કે તે કંઈ પણ મેળવી શકે છે. તેમની પાસે હંમેશાથી સમજ અને ક્ષમતા હતી. જેને હવે એક સિસ્ટમનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે અને આ સિસ્ટમ યુવા ખેલાડીઓના ટેલેન્ટને સારી રીતે સામે લાવી રહ્યું છે. રિટાયરમેન્ટ બાદ જ યુવા ખેલાડીઓને શોધી રહ્યા છે. તેઓ અંડર-19 અને ઈન્ડિયા-A ટીમના કોચ પણ રહ્યા છે. હાલમાં તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ અકાદમીના હેડ છે.

વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેની કેપ્ટનીમાં ભારતે અત્યાર સુધી 59માથી 35 ટેસ્ટ જીતી છે. તેમાંથી 22 ઘરમાં તો 13 ટેસ્ટ વિદેશમાં જીતી છે. છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવવાની સાથે જ તેણે ઘર આંગણે મહેન્દ્ર સિંહ ધોનીનો સૌથી વધારે ટેસ્ટ જીતવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ધોનીની કેપ્ટનીમાં ભારતમાં ઘર આંગણે રમાયેલી 30 ટેસ્ટમાંથી 21 ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે 2 હાર અને 6 મેચ ડ્રો રહી છે. તો વિરાટ કોહલીની કેપ્ટનીમાં ભારતે ઘરેલુ મેદાન પર અત્યાર સુધી 29 ટેસ્ટ રમી છે તેમાં 22 મેચ જીતી છે. 2મા ટીમને હારનો સામનો કરવો પડ્યો અને 5 મેચ ડ્રો રહી.

અમદાવાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મળેલી જીત બાદ વિરાટને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની પણ બરાબરી કરી હતી. સ્ટીવ વોને પણ પોતાના ઘરેલુ મેદાન પર 29માથી 22 ટેસ્ટમાં જીત મળી હતી. કેટલાક દિગ્ગજ નેતાઓનું માનવું છે કે વિરાટ કોહલીની કેપ્ટનીની સ્ટાઈલ સ્ટીવ વો સાથે મળતી આવે છે. મોટાભાગે તેની તુલના સ્ટીવ વો સાથે કરવામાં આવે છે. જો રેકોર્ડ પર નજર નાખીએ તો આ વાત ઘણી હદ સુધી સાચી પણ લાગે છે.

સ્ટીવ વોએ 57 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનીમાં 41 વખતે ટીમને જીત મળી તો 9 હાર એટલે જે તેની કેપ્ટની દરમિયાન 88 ટકા મેચના રિઝલ્ટ નીકળ્યા છે. તો વિરાટ કોહલીની કેપ્ટનીમાં ભારતને 59માથી 35 ટેસ્ટ જીતી છે, જ્યારે 14 હાર મળી છે એટલે કે 83 ટકામાંથી મેચના પરિણામ આવ્યા છે એટલે કે બંને એવા કેપ્ટન છે, જે મેચમાં પરિણામ માટે આખો જોર લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp