સાઉથ આફ્રિકા ટોસ જીત્યું, સંજુ સેમસન રમશે, આ ખેલાડી કરશે ભારત માટે ડેબ્યૂ

PC: twitter.com

સાઉથ આફ્રિકાએ ભારત  સામેની પહેલી વન-ડેમાં ટોસ જીતીને ભારતને બોલિંગ આપી છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ આજે કેએલ રાહુલ કરી રહ્યો છે. ભારત તરફથી આજે સાંઈ સુદર્શન ડેબ્યૂ કરશે અને સાઉથ આફ્રિકાની ટીમમાં પણ નાન્દ્રે બર્ગર આજે ડેબ્યૂ કરી રહ્યો છે.

ભારતીય ટીમ

કેએલ રાહુલ

ઋતુરાજ ગાયકવાડ

સુદર્શન

ઐયર

તીલક વર્મા

સંજુ સેમસન

અક્ષર પટેલ

અર્શદીપ

આવેશ ખાન

કુલદીપ યાદવ

મુકેશ કુમાર

ભારતના કાર્યવાહક કેપ્ટન કે.એલ. રાહુલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની વનડે રવિવાર (17 ડિસેમ્બર)ના રોજ રમાશે. કે.એલ. રાહુલે પુષ્ટિ કરી છે કે રિંકુ સિંહને પણ વન-ડે સીરિઝમાં અવસર મળી શકે છે. રિંકુ સિંહે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કે.એલ. રાહુલે પહેલી વન-ડે મેચ અગાઉ પ્રી મેચ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હા મને પણ લાગે છે (રિંકુ 6 પર રમશે કે નહીં). તેણે દેખાડ્યું છે કે તે કેટલો સારો ખેલાડી છે.

આપણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જોયું કે તે ખૂબ કુશળ છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે T20 સીરિઝમાં તેણે જે પ્રકારની રમતની સમજ દેખાડી છે. હા તેને વન-ડે સીરિઝમાં અવસર મળશે. કે.એલ. રાહુલે કહ્યું કે, તે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં વિકેટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે તૈયાર છે. હું વન-ડે સીરિઝમાં વિકટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીશ. ટેસ્ટ સીરિઝમાં જે પણ કેપ્ટન અને મેનેજમેન્ટ ઇચ્છશે હું એ કરવા માટે તૈયાર છું. હા નિશ્ચિત રૂપે T20 ઇન્ટરનેશનલમાં હું પોતાના દેશ માટે રમવા માગું છું.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માએ છેલ્લા દોઢ દશકમાં વ્હાઇટ બૉલ ફોર્મેટમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ હવે જ્યારે તેઓ પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે તો એવામાં યુવા ભારતીય ખેલાડીઓના નામોના વારસાને આગળ વધારવાની જરૂરિયાત હશે. આ દરમિયાન કે.એલ. રાહુલ પર મોટી જવાબદારી હશે. જે 3 મેચોની વેન-ડે સીરિઝમાં કેપ્ટન્સી કરશે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ:

કે.એલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, સાઇ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન (વિકેટકીપર) અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ.

દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમ:

રીજા હેન્ડ્રિકસ, ટોની ડી. જોરજી, રાસી વેન ડેર ડૂસેન, એડેન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, એન્ડિલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, કેશવ મહારાજ, નંદ્રે બર્ગર, લિજાદ વિલિયમ્સ, વિયાન મૂલ્ડર, ઓટનીલ બાર્ટમેન, મિહલાલી મ્પોંગવાના, કાઈલ વેરિન.

ભારતનું દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરિઝ માટે શેડ્યૂલ:

પહેલી વન-ડે- 17 ડિસેમ્બર, જોહાનિસબર્ગ

બીજી વન-ડે- 19 ડિસેમ્બર, પોર્ટ એલિઝાબેથ

ત્રીજી વન-ડે- 21 ડિસેમ્બર, પાર્લ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp