શું ધવન મિતાલી રાજ સાથે કરવા જઇ રહ્યો છે લગ્ન? ગબ્બરે કર્યો ખુલાસો
ભારતીય ટીમમાંથી સાઇડ કરી દેવાયેલ ઓપનર શિખર ધવન હાલના દિવસોમાં પોતાના શૉને લઈને ચર્ચામાં છે. ધવનની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી હવે મુશ્કેલ છે. તે ઇજાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાંથી જ હટી ગયો હતો. પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શખર ધવનની જગ્યાએ થોડી મેચો માટે સેમ કરને કેપ્ટન્સી કરી. શિખર ધવનનું ક્રિકેટ કરિયર હવે ઢોળાવ પર છે. તેને રાષ્ટ્રીય ટીમમાં હવે જગ્યા મળી રહી નથી.
શિખર ધવને પોતાની સાથે જોડાયેલી એક અફવાનો ખુલાસો કર્યો. ભારતીય ટીમના ઓપનરે તેને એક અજીબ પ્રકારની અફવા બતાવી. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને કહ્યું કે, એક વખત તેણે સાંભળ્યું હતું કે તે ભારતીય ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. ધવને જિયો સિનેમા પર ‘ધવન કરેંગે શૉ’માં કહ્યું કે, મેં સાંભળ્યું હતું હું મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છું. એ સાંભળીને બંને હસવા લાગે છે, મિતાલી રાજ ધવનના શૉમાં ગેસ્ટ બનીને આવી હતી.
આ દરમિયાન શિખર ધવને મિતાલી રાજને ક્રિકેટ અને તેના અંગત જીવનને લઈને ઘણા સવાલ કર્યા. મિતાલી રાજ વર્તમાનમાં વુમન પ્રીમિયર લીગ (WPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સ (GT)ની જોઇન્ટ મેન્ટર છે. શિખર ધવને આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંતના ભરપેટ વખાણ કર્યા, જેણે હાલમાં ઇજાથી બહાર આવીને ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં વાપસી કરી.
શિખર ધવને કહ્યું કે, અકસ્માત બાદ જે પ્રકારે તેણે પોતાના રિહેબ અને ઇજાને સંભાળી, તેના હું વખાણ કરું છું. તેણે જે સકારાત્મકતા અને મજબૂતી દેખાડી છે તે શાનદાર છે. તેણે જે પ્રકારે વાપસી કરીને IPL રમી છે અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે તે હકીકતમાં અવિશ્વાસની છે. મને તેના પર ગર્વ છે. શિખર ધવનની કેપ્ટન્સીવાળી પંજાબ કિંગ્સ IPL 2024માં સારું પ્રદર્શન ન કરી શકી. તેને 10 ટીમોના પોઇન્ટ્સ ટેબલમાં 9માં નંબર પર રહેતા લીગમાંથી વિદાઇ લીધી. ધવને IPLની આ સીઝનમાં 5 મેચોમાં 125.61ની સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp