પાકિસ્તાનમા ભારતનું રાષ્ટ્રગાન મ્યૂટ, ભારત સામે હાર બાદ પાક. મીડિયામાં શુ છપાયું

PC: BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી દરેક મેચ આમ તો રસપ્રદ જ હોય છે, પરંતુ રવિવારે T20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો મેચ રમી રહી હતી તો રોમાંચ જોતા જ બની ગયો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા માત્ર 119 રન બનાવ્યા અને જ્યારે પાકિસ્તાની ટીમ ચેઝ કરવા ઉતારી તો આ મેચ તેની પકડમાં નજરે પડી રહી હતી, પરંતુ અંતિમ 6 ઓવરમાં ભારતીય બોલરોએ બાજી પૂરી રીતે પલટી દીધી અને 6 રનથી મેચ ભારતીય ટીમને જીતી લીધી. પાકિસ્તાનની હારના સમાચાર પાકિસ્તાની મીડિયામાં છવાઈ રહી. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન એક જીતેલી બાજી હારી ગઈ.

પાકિસ્તાની અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’એ પોતાના એક લેખનું શીર્ષક આપ્યું ભારત સામે T20 વર્લ્ડ કપમાં હર બાદ પાકિસ્તાનમાં દિલ તૂટ્યા. સમાચાર એજન્સી AFPના સંદર્ભે પાકિસ્તાની અખબારે લખ્યું કે, ‘ચિર પ્રતિદ્વંદ્વી ભારત સામે મળેલી હર બાદ સોમવારે પાકિસ્તાનના ફેન્સ નિરાશ થઈ ગયા. કેટલાક તો 3 મેચ બાદ જ એવું માની બેઠા કે T20 વર્લ્ડ કપમાં હવે તેના માટે કંઇ બચ્યું નથી અને તેઓ હારી ગયા છે. રાવલપિંડીમાં એક ફેને કહ્યું કે, પાકિસ્તાન માટે ક્રિકેટ ખતમ થઈ ગઈ છે.’

પાકિસ્તાની અખબારે લખ્યું કે, રવિવારે જેવી જ રાત થઈ, 15,000 દર્શકોની ક્ષમતવાળા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયામાં ભીડ જમા થઈ ગઈ. અહી એક મોટી સ્ક્રીન પર ન્યૂયોર્કમાં થનારી મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. બંને દેશો વચ્ચે પ્રતિદ્વંદ્વિતાની સ્થિતિ એ છે કે જ્યારે મેચ અગાઉ ભારતનું રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું, ત્યારે સ્ટેડિયમમાં સ્ક્રીનને મ્યૂટ કરી દેવામાં આવી. જ્યારે ખૂબ જ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવી દીધી, ત્યારે હતાશ પાકિસ્તાનીઓએ સ્ક્રીન પર પ્લાસ્ટિકની બોટલો ફેકી.

મેચ બાદ મોહમ્મદ હિશામ રાજાએ કહ્યું એક, બેટિંગના કારણે પાકિસ્તાની ટીમની હાર થઈ. આ કોઈ શરમની વાત નથી કેમ કે અપણને આ પ્રકારે હારવાની ટેવ છે. વધુ એક લેખમાં અખબારે લખ્યું કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાનની બેટિંગ સંઘર્ષ કરતી દેખાઈ. ભારતની ઇનિંગ 119 રન પર પૂરી થઈ ગઈ. વરસાદની રૂકાવટના કારણે બંને ટીમોને પડકારોનો સામનો કરવો પડ્યો અને રોમાન્ચક બની ગઈ. ભારતના રણનીતિક નિર્ણયોના કારણે તે જીત હાંસલ કરવામાં સફળ રહી.

વિરાટના ઓપનિંગ કરવાનો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો હતો. કુલ મળીને એક મોટી મેચ હતી, જેમાં ક્રિકેટની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિઑનઈ ટીમની ભાવના જોવા મળી. પાકિસ્તાનના અખબાર ડૉને લખ્યું કે, T20 વર્લ્ડ કપ 2024માં ભારત સાથે થયેલી મેચમાં અંતિમ સમયમાં પાકિસ્તાનની ટીમ એક એવી મેચ હારી ગઈ, જેમાં તેણે મોડે સુધી દબદબો બનાવી રાખ્યો. બંને જ દેશ ક્રિકેટના પાવરહાઉસ છે, પરંતુ બંને દેશો વચ્ચે મેચ થવી દુર્લભ હોય છે. બંને દેશ ICC ટૂર્નામેન્ટ્સની મેચો દરમિયાન જ મળે છે અને બંને વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2007માં રમાઈ હતી.

રોહિતની આગેવાનીવાળી ભારતીય ટીમ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની ગ્રુપ A મેચમાં બાબર આઝમની ટીમ સામે હતી.  આ હાઇપ્રોફાઇલ મેચની ટિકિટ મહિલાઓ અગાઉ વેચાઈ ગઈ હતી. ભારત સામે હાર બાદ 20 દેશોના ટૂર્નામેન્ટમાં સુપર 8 ચરણ માટે ક્વાલિફાઈ કરવાની પાકિસ્તાનની સંભાવનાઓ ઘણી ઓછી થઈ જશે. લેખમાં પીચને લઈને સવાલ ઉઠાવતા લખ્યું કે, કંઈક હેરાન કરનાર પરિણામના કારણે ન્યૂયોર્કમાં રમેલી T20 વર્લ્ડ કપ મેચોમાં ઉપયોગ કરવામાં આવેલી નવી પીચોને લઈને ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાથે જ ICCએ સ્વીકાર્યું છે કે, એ નક્કી માનાકોના હિસાબે બનાવવામાં આવી નથી.  અસ્થાયી નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે અને બંને જ ખૂબ ઓછા સ્કોર બન્યા. પીચ એવી બની હતી, જેનાથી મૂવમેન્ટ અને ઉછાળના કારણે બેટિંગ કરવું થોડું મુશ્કેલ હતું. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે તેણે પડકારપૂર્ણ વિકેટ બતાવી છે. તો પાકિસ્તાનની Geo TVએ લખ્યું કે, પાકિસ્તાની ટીમ ભારતીય ટીમ સામે એક એવી મેચ હારી ગઈ છે જે હેરાન કરનારું છે. પાકિસ્તાન પોતાના બોલરોના પ્રભાવી પ્રદર્શન બાદ પણ ભારત સામે 6 રને હારી ગઈ.

પાકિસ્તાન ટૂડેએ લખ્યું કે, એક રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું. અખબારમાં કેટલાક પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. લેખમાં કહેવામાં આવ્યું કે, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ઈજામાંથી નીકળી શક્યો નથી, જેનાથી પ્લેઇંગ ઇલેવનમાં બદલાવની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઝમ ખાનનું ખરાબ પ્રદર્શન પણ હારનું એક મોટું કારણ બન્યું. હાલના રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓલરાઉન્ડર શાદાબ ખાન ઇજાના કારણે પ્લેઇંગ ઇલેવનથી બહાર થઈ શકે છે.

Geo TVના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બેટસમેનોની બેદરકારી પાકિસ્તાનને જીતેલી મેચ હરાવી દીધી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ કહ્યું કે, હવે પાકિસ્તાની ટીમમાં નવા ટેલેન્ટને લાવવાની જરૂર નથી. ભારત સામે હાર દરેક હિસાબે નિરાશ કરનારી છે. પહેલા એમ લાગતું હતું કે, ટીમમાં નાની સર્જરીથી કામ ચાલી જશે, પરંતુ આ હાર બાદ વિશ્વાસ થઈ ગયો કે, ટીમાં મોટી સર્જરીની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp