અરે,પાછો આપી દે દોસ્ત..બોલ બહુ મોંઘો છે,હાર્દિકને પડ્યો સિક્સ,શખ્સ બોલ લઈ ભાગ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની એક જ ઓવરમાં સતત બે સિક્સર ફટકારવામાં આવી હતી. આમાંથી એક સિક્સ એટલો જોરદાર હતો કે, બોલ સ્ટેડિયમની બહાર નીકળીને રોડ પર પડ્યો હતો. આ સિક્સરનો બોલ એક વ્યક્તિ લઈને ભાગી ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચાર મેચની T20 શ્રેણી રમી રહ્યા છે. સંજુ સેમસનની તોફાની સદી પછી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈની શાનદાર સ્પિન જોડીએ ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં જોરદાર જીત અપાવી હતી. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાની ઓવરમાં ફટકારેલી સિક્સર સ્ટેડિયમની પાર થઈ રોડ પર પડતા તેને એક વ્યક્તિ સાથે લઈને ભાગી ગયો.
ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ પછી પ્રથમ વખત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. યજમાન ટીમ ભારતીય ટીમ પાસેથી ફાઈનલની હારનો બદલો લઈ શકશે કે કેમ, તે જોવા માટે દરેક આ ટક્કરની રાહ જોઈ રહ્યા હતા. મેચના પરિણામે એ સમજાવ્યું કે, શા માટે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ ચેમ્પિયન બની. 4 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 61 રનની મોટી જીત નોંધાવી હતી અને 1-0ની લીડ મેળવી હતી. જેમાં સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમ 141 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને એક ઓવરમાં સતત બે સિક્સર ફટકારવામાં આવી હતી. ઇનિંગ્સની 16મી ઓવર નાખવા આવેલા હાર્દિકના ચોથા અને પાંચમા બોલ પર ગેરાલ્ડ કોએત્ઝીએ બે શક્તિશાળી સિક્સર ફટકારી હતી. આ દરમિયાન એક સિક્સ એટલી જોરદાર હતી કે બોલ સ્ટેડિયમની બહાર નીકળીને રોડ પર પડ્યો હતો. ત્યાં હાજર એક વ્યક્તિએ તેને ઉઠાવ્યો અને તેને લઈને ભાગી ગયો.
જ્યારે હાર્દિક પંડ્યાને ગેરાલ્ડ કોએત્ઝી દ્વારા સિક્સર ફટકારવામાં આવી હતી અને બોલ સ્ટેડિયમ પાર કરીને રોડ પર પડ્યો હતો, ત્યારે કેમેરા તેને ફોલો કરી રહ્યો હતો. આ જોઈને મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપડાએ કહ્યું કે, અરે દોસ્ત પાછો આપી દે... બોલ બહુ મોંઘો છે. ચાલો કઈ નહીં, તે વ્યક્તિ તો બોલ લઈને ભાગી ગયો, પરંતુ 17.5 ઓવરમાં સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp