હિમાનું જબરદસ્ત પરફોર્મન્સ, 11 દિવસની અંદર ત્રીજું ગોલ્ડ મેડલ જીત્યું

PC: amarujala.com/

ભારતની સ્ટાર એથલિટ હિમા દાસ દિવસે ને દિવસે જબરદસ્ત પરફોર્મ કરી રહી છે. બે અઠવાડિયાની અંદર જ હિમા દાસે ત્રીજું ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે. હિમાએ મહિલાઓની 200 મીટર રેસમાં 11 દિવસની અંદર જ ત્રીજું ગોલ્ડ મેડલ મેળવી લીધું હતું.

ચેક રિપબ્લિકમાં ચાલી રહેલા ક્લાદ્રો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં આ ગોલ્ડ મેડલ હિમા દાસે પોતાને નામે કર્યું હતું. હિમા દાસે ફક્ત 23.43 સેકેન્ડના સમયમાં આ રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.

આ પહેલા ગયા અઠવાડિયે 2 જુલાઇ અને 6 જુલાઇના રોજ પણ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર રેસમાં બે ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ હિમા દાસે પોતાના નામે કર્યા હતા. છેલ્લા ઘણા મહિનાથી હિમા દાસ પીઠની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી, પરંતુ જબરદસ્ત પરફોર્મ કરીને તેણે બધાને ચોંકાવી દીધા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp