હિમાએ રચ્યો ઇતિહાસ, તોડ્યો પીટી ઉષા અને મિલ્ખા સિંહનો રૅકોર્ડ

PC: twitter.com/iaaforg

ભારતની હિમા દાસે ગુરુવારના રોજ ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી IAF વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. હિમાએ રેટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં 51.46 સેકન્ડના સમયમાં જીત હાંસલ કરી હતી. આ સાથે જ આ ચેમ્પિયનશિપમાં તમામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા બની ગઈ છે.

HIMA'S HISTORIC RACE- THE NEW 400M WORLD JR CHAMP

WATCH: HIMA'S HISTORIC RACE- THE NEW 400M WORLD JR CHAMP Thanks Rahul Pawar for sharing the video

Posted by Athletics Federation of India on Thursday, July 12, 2018

તે ભાલા ફેંક સ્ટાર ખેલાડી નીરજ ચોપડાની સુચીમાં પહોંચી ગઈ છે, જેણે 2016મા વર્લ્ડ રૅકોર્ડના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યું હતું. પરંતુ તે આ પ્રતિયોગિતા ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ટ્રેક ખેલાડી છે.

તમને જણાવી દઈએ કે હિમા દાસે જે કરી બતાવ્યું તે પીટી ઉષા અને મિલ્ખા સિંહ જેવા દિગ્ગજો પણ નહોતા કરી શક્યા. હિમા દાસ પહેલા ભારતની કોઈ મહિલા કે પુરુષ ખેલાડી જુનિય કે સીનિયર ખેલાડી કોઈપણ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ નહોતું જીતી શક્યું. હિમા દાસ પહેલા સૌથી સારું પ્રદર્શન મિલ્ખા સિંહે અને પીટી ઉષાએ કર્યું હતું. પીટી ઉષાએ 1984 ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું.

જ્યારે મિલ્ખા સિંહે 1960 રોમ ઓલિમ્પિકમાં 400 મીટર રેસમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. આ બે સિવાય અન્ય કોઈ પણ ખેલાડી ટ્રેક ઇવેન્ટ્સમાં મેડલની નજીક પણ નહોતું પહોંચી શક્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp