સુરેશ રૈનાની ભવિષ્યવાણી, T20 WC 2024માં આ ભારતીય સ્પિનરની ટિકિટ પાક્કી

PC: deccanherald.com

પૂર્વ ભારતીય સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી T20 ઇન્ટરનેશનલ બાદ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુરેશ રૈનાનું માનવું છે કે જે પ્રકારે અક્ષર પટેલ સતત T20 ઇન્ટરનેશનલમાં પ્રદર્શન કરી રહ્યો છે તેને જોતા લાગે છે કે તે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપ માટે ટિકિટ કન્ફર્મ કરી ચૂક્યો છે. અક્ષર પટેલ T20 ઇન્ટરનેશનલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ સીરિઝમાં બે વખત પ્લેયર ઓફ ધ મેચ બનવા છતા તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે T20 ટીમમાં જગ્યા મળી નહોતી, પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ વાપસી કરીને તેણે ફરીથી ધમાલ મચાવી દીધી છે. અક્ષર પટેલે અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી T20 મેચમાં પોતાની 4 ઓવરના કોટામાં 23 રન ખર્ચીને 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ઓપનર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજ સાથે રહમત શાહની વિકેટ લીધી.

તેની આ શાનદાર બોલિંગના દમ પર ભારતીય ટીમ મહેમાન ટીમ પર લગામ લગાવવામાં સફળ રહી. ભારતીય ટીમે પહેલી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરીને 3 મેચોની T20 સીરિઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. ભારત અને અફઘાનિસ્તાન સામેની પહેલી T20 મેચ બાદ સુરેશ રૈનાએ કલર્સ સિનેપલેક્સ પર પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, 'તે (અક્ષર પટેલ) પાવરપ્લેમાં બોલિંગ કરે છે. જ્યારે પણ તેણે બેટિંગ કરી છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે. પ્રજ્ઞાન ઓઝા તેની તાકત બાબતે સારું બતાવી શકે છે કેમ કે તે પોતે એક ડાબા હાથનો સ્પિનર છે. તે પોતાની ગતિ બદલતો રહે છે, જે પ્રકારે તેણે (રહમાનુલ્લાહ ગુરબાજને આઉટ કર્યો. મને લાગે છે કે તેની ટિકિટ પાક્કી છે.

પ્રજ્ઞાન ઓઝાએ સુરેશ રૈના સાથે સહમતી દર્શાવી અને કહ્યું કે, અક્ષર પટેલે ટીમનો હિસ્સો હોવું જોઈએ. પૂર્વ સ્પિનરે કહ્યું કે ઓલરાઉન્ડર ખેલાડીને જ્યારે અવસર મળે છે તો તે સારું પ્રદર્શન કરે છે અને તેની રમતને વાંચવાની સમજ ઉચ્ચ સ્તરની હોય છે. પ્રજ્ઞાન ઓઝાએ કહ્યું કે, તેને ટીમમાં રાખવો જોઈએ. જ્યારે કોઈ બોલર કે ઓલરાઉન્ડર ટીમની અંદર-બહાર રહે છે અને અવસર મળવા પર સારું પ્રદર્શન કરે છે તો તેનો અર્થ છે કે તેની રમત વાંચવાની સમજ ઉચ્ચ સ્તરની છે, તેની રમત પ્રત્યે જાગૃતિ હંમેશાં યથાવત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp