ડુપ્લિકેટ અશ્વિન આગળ પસ્ત ઓસ્ટ્રેલિયન બેટ્સમેન, સ્મિથને કર્યો વારંવાર બોલ્ડ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને ભારત વિરુદ્ધ 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી સીરિઝ માટે તૈયારીમાં લાગી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 4 મેચોની ટેસ્ટ મેચ માટે સામસામે હશે. તેના માટે બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયન ટીમ પોતાનો કેમ્પ લગાવીને બેઠી છે. ભારતીય ટીમ સ્પિનર્સનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન વિશેષ તૈયારી કરી રહ્યા છે. સૌથી વધુ લાઇમલાઇટ મેળવી છે મહેશ પિથિયાએ. જે એકદમ રવિચંદ્રન અશ્વિન જેવી બોલિંગ કરે છે.
ટેસ્ટ સીરિઝ અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાયો છે. મહેશ પિથિયાએ ગત દિવસોમાં ઓસ્ટ્રેલિયાના ઘણા બેટ્સમેનોને બોલિંગ કરી, તેમાં સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ સામેલ છે. રિપોર્ટ્સ મુજબ, નેટ્સમાં મહેશ પિથિયાએ સ્ટીવ સ્મિથને ખૂબ પરેશાન કર્યો. ઘણી વખત સ્ટીવ સ્મિથ બોલ્ડ થયો, તો કેટલીક વખત તે સ્ટમ્પ્સ થતો દેખાયો. એટલું જ નહીં ઘણી વખત મહેશ પિથિયાને રીડ કરવામાં નિષ્ફળ રહ્યો અને યોગ્ય રીતે શૉટ પણ ન રમી શક્યો.
How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they've only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j
— cricket.com.au (@cricketcomau) February 3, 2023
ઓસ્ટ્રેલિયન ટીમે ભારતના ઘણા લોકલ સ્પિનર્સને નેટ બોલર તરીકે જોડ્યા છે. એવું એટલે કરવામાં આવ્યું છે કે જેથી તે ભારતીય સ્પિનર્સને રમવા માટે તૈયાર થઈ શકે. મહેશ પિથિયાને એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે તેની એક્શન, બોલિંગની રીત પૂરી રીતે રવિચંદ્રન અશ્વિનની જેવી છે. એ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમે જમ્મુ-કશ્મીરના બોલર આબિદ મુશ્તાકને પણ હાયર કર્યો છે. જે લેફ્ટ આર્મ સ્પિન ફેકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ લેફ્ટ આર્મ સ્પિન ફેકે છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ દરેક પ્રકારે સ્પિનર્સને લઈને તૈયાર થવા માગે છે, પરંતુ ભારતીય પીચો પર ભારતીય સ્પિનર્સનો સામનો કરવું એટલું સરળ નથી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.
ઓસ્ટ્રેલિયાનો ભરત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):
પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.
બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.
ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.
ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp