દક્ષિણ આફ્રિકાને અફઘાનિસ્તાન આટલા રને હરાવે તો સેમિફાઇનલમાં પહોંચી શકે

PC: twitter.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોતાના અંતિમ દૌરમાં પહોંચી રહ્યો છે. આજે (10 નવેમ્બર) વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ છે. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. દક્ષિણ આફ્રિકન ટીમ પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. તો અફઘાનિસ્તાનની સફર લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. આમ ગાણિતિક રૂપે જોવા જઈએ તો અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઇનલની રેસથી અત્યારે પણ બહાર થઈ નથી.

જો અફઘાનિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવું હોય તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 438 રનોના અંતરથી જીત હાંસલ કરવી પડશે. એવી સ્થિતિમાં જ તેની નેટ રનરેટ ન્યૂઝીલેન્ડથી સારી થઈ જશે. પછી તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની ટીમની હારની દુવા કરવી પડશે. જો દક્ષિણ આફ્રિકા પહેલા બેટિંગ કરશે તો અફઘાનિસ્તાન બહાર થઈ જશે એટલે કે અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ચમત્કારની જરૂરિયાત છે. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધી માત્ર 1 મેચ રમાઈ છે.

વર્ષ 2019ના વર્લ્ડ કપમાં થયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાઅને અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી દીધી હતી. ત્યારે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 125 રનો પર આઉટ થઈ ગઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ 28.4 ઓવર્સમાં જ ટારગેટ હાંસલ કરી લીધો હતો. T20 ઇન્ટરનેશનલમાં બંને ટીમો બે વખત સામસામે થઈ છે અને તેમાં પણ આફ્રિકન ટીમે જીત હાંસલ કરી હતી એટલે કે અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા પર પહેલી જીતનો ઇંતજાર છે.

તો પાકિસ્તાન ટીમની પણ સેમીફાઇનલમાં પહોંચવાની થોડી આશા બચેલી છે. પાકિસ્તાનના ગ્રુપ સ્ટેજમાં અંતિમ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 11 નવેમ્બરે થવાની છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જો પાકજિસ્તાને સેમીફાઇનલમાં એન્ટ્રી કરવાની છે તો બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 287 રનોના અંતરથી મેચ જીતવી પડશે. આટલા મોટા અંતરથી મેચ જીતવા માટે પાકિસ્તાને 400-450 કરતા વધુ સ્કોર બનાવવો પડશે. ત્યારબાદ શાનદાર બોલિંગ પણ કરવી પડશે. બીજું ઓપ્શન એવું પણ છે જો ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન ટીમ પછી બેટિંગ કરે છે તો ટારગેટ ચેઝ કરે છે તો તેણે 284 બૉલ બાકી રહેતા મેચ જીતવી પડશે. તેની સાથે જ તેણે દુવા કરવી પડશે કે અફઘાનિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચમત્કારિક બચાવ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp