Video: કેવી રીતે CSKમાં આવીને કોઈ પણ ખેલાડી મચાવી દે છે ધમાલ, ધોનીએ આપ્યો જવાબ

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલના દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. 4 વર્ષ અગાઉ જ ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડી ચૂકેલો મહેન્દ્ર સિંહ ધોની આજે પણ IPLના સ્ટાર ખેલાડીઓમાં સામેલ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન છે. તેણે ગત સીઝનમાં જ પોતાની ટીમને પાંચમી ટ્રોફી અપાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં દબાવમાં વિખેરાઈ જનારા ક્રિકેટર પણ નિખરીને નીકળે છે અને મેદાન પર ધમાલ મચાવી દે છે.

ભારતીય ટીમ જ નહીં, IPLના મંચ પર પણ ઘણા ક્રિકેટરો પાસેથી તેમનું બેસ્ટ પ્રદર્શન કઢાવ્યું છે. શેન વોટ્સન, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા અને અજિંક્ય રહાણે કેટલાક એવા આખેલાડીઓના નામ છે કે બીજી ફ્રેન્ચાઇઝીમાં ફિક્કા નજરે પડવા લાગ્યા હતા, પરંતુ જ્યારે એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા તો એ બધા પોતાના કરિયરમાં ફરી ઉડાણ ભરવા લાગ્યા. મહેન્દ્ર સિંહ ધોનીને ખેલાડીઓની આ ક્ષમતાને નિખારવાનું સિક્રેટ પૂછવામાં આવ્યું, જેના પર તેમણે મજેદાર જવાબ આપીને ફેન્સનું દિલ જીતી લીધું છે.

મહેન્દ્ર સિંહ ધોનીને શૉના હૉસ્ટે સવાલ પૂછ્યો હતી કે આખરે કઇ રીતે કોઈ પણ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સમાં આવે છે અને સારો રમવા લાગે છે? શેન વોટ્સનથી લઈને રહાણે સુધી તેનું ઉદાહરણ છે. તેના જવાબમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, જો હું તેને ખુલ્લેઆમ કહી દઇશ તો પછી કોઈ પણ મને નોકરી નહીં આપે. તો મારે તેને રહસ્ય જ રાખવું છે. જેમ દરેક મોટી કોલા કંપની કરે છે, તે પોતાની રેસિપીને ખુલ્લેઆમ બતાવતી નથી.' સોશિયલ મીડિયા પર ધોનીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ મેદાન પર મહેન્દ્ર સિંહ ધોનીના દીવાના તો છે જ તેઓ ઓફ ધ ફિલ્ડ પોતાના સ્ટારની મીઠી મીઠી વાતો પર પણ પોતાનું દિલ હારી બેસે છે. એવું જ કંઈક ધોનીએ આ ખાસ કાર્યક્રમમાં કર્યું. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કપ બાદ ક્રિકેટના મેદાનમાં IPL સિવાય કશું જ રમી રહ્યો નથી. એટલે તેણે માર્ચના અંતિમ અઠવાડિયાથી શરૂ થવા જઇ રહેલી લીગની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ ધોનીની બેટિંગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. જેમાં તે IPLની નવી સીઝન માટે પ્રેક્ટિસ કરતો નજરે પડી રહ્યો છે. આ વખત તે પોતાના મિત્રની સ્પોર્ટ્સ શોપના પ્રચાર માટે પોતાના બેટ પર 'પ્રાઇમ સ્પોર્ટ્સ'નું સ્ટીકર લગાવીને રમતો નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp