1983માં જ્યારે ટીમ વર્લ્ડ કપ જીતેલી ત્યારે BCCIએ કેટલી પ્રાઇસ મની આપેલી?

PC: BCCI

ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડકપ જીતીને વતન પરત ફરી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઇમાં વિશાળ સરઘસ નિકળ્યું અને વાનખેડે સ્ટેડીયમ પર BCCIએ ટીમ ઇન્ડિયાને 125 કરોડ રૂપિયાનો પ્રાઇસ મની ચેક આપ્યો. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે એક જમાનો એવો પણ હતો ત્યારે BCCI આટલી સમૃદ્ધ અને પૈસાવાળી નહોતી.

1983માં જયારે ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો ત્યારે ટીમનું સ્વાગત કરવા માટે પણ BCCI પાસે પૈસા નહોતા. ખેલાડીઓને ઇનામ આપવા માટે ફંડ ભેગું કરવા માટે BCCI મજબુર બની હતી. તે વખતે દિવગંત મશહુર ગાયિકા લતા મંગેશકરે મદદ કરી હતી. લતા મંગેશકરે એક મ્યુઝીક કોન્સર્ટ કર્યો હતો અને તેમાંથી ભેગા થયેલા ફંડમાંથી 1983ના વિશ્વ વિજેતા ખેલાડીઓને દરેક દરેકને 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ પછી BCCI પાસે પૈસા આવતા થયા અને પ્રાઇસ મનીની રકમ વધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp