ટીમ ઇન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરને BCCI કેટલો પગાર આપશે?
T-20 વર્લ્ડકપ જીત્યા પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેનો રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો થવાને કારણે BCCIએ હવે નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરી લીધી છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે ગૌતમ ગંભીરને હેડ કોચ તરીકે કેટલી સેલરી મળશે?
ગૌતમ ગંભીર IPL 2024માં KKRની ટીમમાં મેન્ટર હતા અને તેમના નેતૃત્વમાં KKR ચેમ્પિયન બન્યું હતું ત્યારથી ગૌતમ ગભીરની ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ગૌતમ ગંભીરને BCCI દર મહિને 1 કરોડ રૂપિયા પગાર તરીકે આપશે, કારણકે આ એક હાઇ પ્રોફાઇલ જોબ છે. ઉપરાંત વિદેશ પ્રવાસ માટે રોજનું 21,000 રૂપિયા ભથ્થું મળશે. બિઝનેસ ક્લાસની મુસાફરી મળશે, ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા મળશે. ગૌતમ ગંભીરની પોતાની 205 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp