રાયપુરમાં કંઈ રીતે થશે IND-AUSની મેચ? કરોડોનું વીજબિલ બાકી, કાપ્યું કનેક્શન

PC: Latestly.com

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં પહેલી ડિસેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટી20 મેચ થવાની છે. જેને લઇ ટિકિટોનું વેચાણ પણ શરૂ થઇ ગયું છે. પણ આ મેચ જનરેટરના ભરોસે ચાલશે. રાયપુર સ્ટેડિયમ પર લગભગ સવા 3 કરોડ રૂપિયાનું વિજ બિલનું દેવું છે, જેને લઇને કંપનીએ પાંચ વર્ષ પહેલા જ સ્ટેડિયમનું કનેક્શન કાપી નાખ્યું હતું.

PWD અને છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ બોર્ડની અરજી પર અસ્થાયી વીજ કનેક્શન આપવામાં આવ્યું છે. જેનાથી સ્ટેડિયમના રૂમ, સ્ટેન્ડ અને બોક્સને વીજળી મળશે. પણ ફ્લડ લાઈટ માટે જનરેટરનો ઉપયોગ કરવાનો રહેશે. મેચ દરમિયાન અવ્યવસ્થા ન થાય એટલા માટે જનરેટર રાખવામાં આવ્યું છે.

રાયપુર ગ્રામીણ સર્કલના પ્રભારી અશોક ખંડેલવાલે જણાવ્યું કે, સ્ટેડિયમને અસ્થાયી કનેક્શન મળે તે માટે ક્રિકેટ સંઘ દ્વારા અરજી કરવામાં આવી છે. હાલમાં અસ્થાયી કનેક્શનની ક્ષમતા 200 કેવી છે. જેને 1 હાજર કેવી કરવા માટે અરજી કરવામાં આવી છે. વીજ કંપનીના અધિકારીઓએ તેને મંજૂર પણ કરી દીધું છે.

સપ્લાઈમાં પરેશાની ન થાય માટે અધિકારીઓએ મેંટેનેંસનું કામ પૂરુ કરી લીધું છે. વીજ કંપનીના અધિકારી અસ્થાયી મીટર પર સપ્લાઈ કરવા માટે તૈયાર છે. જ્યારે બાકી બિલની રિકવરીને લઈ ઓફિસરોને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જાણકારી આપવાની ના પાડી દીધી.

2018માં રમત વિભાગે હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન જે ખેલાડી રોકાયા હતા, તેમને વીજની વ્યવસ્થા યોગ્ય રીતે મળી નહોતી. એ વાતને લઇ વિવાદ થયો તો આ મામલો મીડિયા સુધી પહોંચી ગયો. ત્યાર બાદ જાણ થઇ કે 2009થી સ્ટેડિયમનું વિજ બિલ જમા થયું નથી.

મામલામાં PWD અને સ્પોર્ટ્સ વિભાગની અરજી આપીને કનેક્શન લેવામાં આવ્યું અને હાફ મેરેથોનનું આયોજન થયું. આ અસ્થાઈ કનેક્શ લેવા માટે અરજીની સાથે બે લાખ રૂપિયા પણ સ્પોર્ટ્સ સંઘ દ્વારા આપવામાં આવ્યા હતા.

સ્ટેડિયમના નિર્માણ કર્યા પછી તેનું મેંટેનેંસ PWDને હેન્ડ ઓવર કરવામાં આવ્યું હતું. જ્યારે તેનો બાકીને ખર્ચ રમત વિભાગે ઉઠાવવાનો હતો. આ મામલામાં ઘણાં પેંચો ફસાયા છે. બંને વિભાગોએ એકબીજા પર આરોપો લગાવ્યા છે.

સંઘના ઓફિસરોનું કહેવું હતું કે, વિજ બિલ પણ મેંટેનેંસની અંદર આવનારો ખર્ચ છે. આ નિયમ અનુસાર, બિલ PWDએ ભરવાનું રહે છે. જો PWDના મુખ્ય ઈજનેર જ્ઞાનેશ્વર કશ્યપનું કહેવું છે કે, ચૂકવણી રમત વિભાગે કરવાની છે. કારણ કે ગતિવિધિઓ તેમના માધ્યમથી આયોજિત કરવામાં આવી રહી હતી.

રાયપુરમાં પહેલાથી જ ટી20 મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે ટિકિના ભાવ વધારે હોવાના કારણે જોઇએ એવો પ્રતિસાદ લોકો દ્વારા મળ્યો નથી. ત્યાર બાદ છત્તીસગઢ ક્રિકેટ એસોશિએશને ક્રિકેટ પ્રેમીઓને રાહત આપતા જે ટિકિટ 3500થી શરૂ થઇ હતી તેને 2000 કરી દેવામાં આવી. જોકે, સ્ટુડેંન્ટ્સે રાહ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp