Video: બોલ રમવા માટે લગાવી એવી ડાઇવ, આવો અનોખો નજારો તમે ક્યારેય જોયો નહીં હોય

PC: khabarchhe.com

બાબર આઝમની અડધી સદી અને શાહીન આફ્રિદીની શાનદાર બોલિંગના આધારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે પાંચમી અને છેલ્લી T20માં ન્યૂઝીલેન્ડને 9 રને હરાવ્યું અને શ્રેણી 2-2થી ડ્રો કરી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ 19.2 ઓવરમાં 169 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં ઓપનર ટિમ સેફર્ટે કીવી ટીમ માટે સૌથી વધુ 52 રન બનાવ્યા અને મેચ પછી પણ તેની બેટિંગ ચર્ચામાં છે. હા, તમે ઘણીવાર ફિલ્ડરોને બોલ પકડવા માટે ડાઇવ કરતા જોયા હશે, પરંતુ આ મેચમાં ટિમ સેફર્ટ બોલ રમવા માટે ડાઇવ લગાવી લીધી હતી, જેમાં જોઈ શકાય છે કે ટિમ સેફર્ટ મોહમ્મદ આમિરના એક વાઈડ બોલને સ્પર્શ કરવા માટે ડાઈવ લગાવે છે.

આ ઘટના કિવી ઈનિંગ્સની છઠ્ઠી ઓવરમાં જોવા મળી હતી જ્યારે મોહમ્મદ આમીરે સેફર્ટને ખૂબ જ વાઈડ બોલ ફેંક્યો હતો. સેફર્ટ આ બોલને સરળતાથી છોડી શક્યો હોત, પરંતુ તે આ બોલને ફટકારવા ગયો હતો અને સંપૂર્ણ સ્ટ્રેચ ડાઇવ લગાવી હતી. જો કે તેના ડાઈવ લગાવવા છતાં તે વાઈડ બોલને સ્પર્શી શક્યો નહોતો, પરંતુ તેના ડાઈવે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. તમે આ રમુજી વિડિઓ જોઈ શકો છો.

મોહમ્મદ અમીરે વાઈડ બોલિંગ કરી જે સ્ટંપની ખુબ બહાર હતી, સીફર્ટે ઝડપથી તેની પોઝિશન એડજસ્ટ કરી, અને વાઘ તેના શિકાર પર ઝપટ મારતો હોય તેની જેમ તેણે બહાર જતા બોલની સાથે સંપર્ક કરવાનો સાહસિક પ્રયાસ કર્યો અને ઓફ-સાઇડ તરફ કૂદકો માર્યો હતો. પરંતુ તેના અથાક પ્રયત્નો છતાં, તે બહાર જતા બોલની સાથે તેનું બેટ સંપર્ક કરી શક્યું ન હતું. એથ્લેટિકિઝમનું આ અદ્ભુત પ્રદર્શન એક અદભુત ક્ષણ જેવું હતું, કારણ કે સેફર્ટે તેને બેટથી ફટકારવાના અતૂટ નિશ્ચય સાથે બોલ તરફ જમ્પ કર્યો, પરંતુ આખરે તે બોલ સાથે સંપર્ક કરવામાં અસમર્થ રહ્યો હતો.

તે સમયે, સેફર્ટ શાનદાર ફોર્મમાં હતો, અને જોરદાર બેટિંગ કરી રહ્યો હતો, તેણે માત્ર 20 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ્સ આગળ વધતી રહી હતી અને તેણે 33 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમનો ટોપ સ્કોરર બન્યો હતો.

જો આ છેલ્લી મેચની વાત કરીએ તો પાકિસ્તાને આપેલા 179 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 19.2 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટિમ સેફર્ટે 33 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રનની અડધી સદી ફટકારી હતી. જોશ ક્લાર્કસને 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન બ્રેસવેલે 21 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. સેફર્ટ અને બ્રેસવેલે બીજી વિકેટ માટે 76 (45) રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન તરફથી આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ઉસામા મીરે 2 વિકેટ લીધી હતી. શાદાબ ખાન અને ઈમાદ વસીમે એક-એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp