અફઘાનિસ્તાનની ટીમની શરમજનક હાર, માત્ર 56 રનમાં ઓલઆઉટ, સાઉથ આફ્રિકા ફાઇનલમાં

T-20 વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલ 27 જૂનના દિવસે સવારે રમાઇ તેમાં અફઘાનિસ્તાનની શરમજનક હાર થઇ છે. માત્ર 56 રનનું ટીમનું પડીકું વળી ગયું હતું અને સામે સાઉથ આફ્રીકાએ માત્ર 8.5 ઓવરમાં માત્ર 1 વિકેટના નુકશાને મેચ જીતીને સીધી ફાઇનલમાં છલાંગ લગાવી દીધી હતી.

25 જૂને જ્યારે અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશની ટીમને 8 રનથી હરાવી હતી ત્યારે અફઘાનિસ્તાના લોકોએ રસ્તા પર આવીને આ જીતની ભવ્ય ઉજવણી કરી હતી, પરંતુ સેમી ફાઇનલમાં અફઘાન ખેલાડીઓએ બધાને નિરાશ કર્યા. કોઇ પણ ખેલાડી 10થી વધારે રન કરી શક્યો નહોતો. નવાઇની વાત એ હતી કે 56માંથી 13 રન તો એકસ્ટ્રાના હતા. T-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો સૌથી લોએસ્ટ સ્કોર હતો. 2014માં T-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને 72 રનનો લોએસ્ટ સ્કોર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp