યુવરાજ સિંહના મતે વર્લ્ડ કપ સેમીફાઇનલ માટે આ 5 ટીમો છે દાવેદાર, પણ પાકિસ્તાન નહિ

PC: cricketaddictor.com

ભારતમાં વન-ડે વર્લ્ડ કપની ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટનો આ મહાકુંભ શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે. તો વર્લ્ડ કપ શરૂ થવા અગાઉ ઘણા ક્રિકેટ દિગ્ગજોએ અત્યારથી જ પોતાની સેમીફાઇનલની ટીમ પસંદ કરી લીધી છે. આ ક્રમમાં ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ સેમીફાઇનલમાં પહોંચવાની દાવેદાર ટીમ બાબતે જણાવ્યું છે. જો કે, રસપ્રદ વાત એ છે કે તેણે તેના માટે 4 નહીં પરંતુ 5 ટીમોની પસંદગી કરી છે.

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે, નિશ્ચિત રૂપે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં હશે, પરંતુ હું 5 ટીમો પસંદ કરીશ કેમ કે વર્લ્ડ કપમાં હંમેશાં ઉલટફેર થતા રહે છે. એવામાં હું ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને મને લાગે છે કે દક્ષિણ આફ્રિકા પણ કેમ કે તેમને પણ લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં એક ટ્રોફી જોઈએ છે. યુવરાજ સિંહને દુનિયામાં કયા બેસ્ટ ઓલરાઉન્ડર છે એ પણ પૂછવામાં આવ્યું. જેના પર યુવરાજ સિંહે કહ્યું કે, ઘણા બધા ઓલરાઉન્ડર છે, મિચેલ માર્શ છે, રવીન્દ્ર જાડેજા છે, પરંતુ આ સમયે બેન સ્ટોક્સ નંબર-1 ઓલરાઉન્ડર છે, એટલે ઇંગ્લેન્ડની ટીમે તેને વર્લ્ડ કપ માટે પરત બોલાવ્યો છે.

તો હાલમાં જ યુવરાજ સિંહે ANI સાથે વાતચીત કરતા ભારતીય ટીમની તૈયારીઓ બાબતે કહ્યું હતું કે, ‘આપણી ટીમ સારી છે. ટીમનું સંતુલન ખૂબ સારું છે. મને લાગે છે કે યુઝવેન્દ્ર ચહલે ટીમમાં હોવું જોઈતું હતું કે આપણે ભારતમાં રમી રહ્યા છીએ અને અહી ઘણી વખત બૉલ સ્પિન થાય છે. બાકી, મારા ખ્યાલથી ટીમનું સંતુલન સારું છે. એ થોડું હેરાનીભરેલો નિર્ણય હતો. જેમ કે મેં કહ્યું યુઝવેન્દ્ર ચહલ વધારે સારો વિકલ્પ હોય શકતો હતો કેમ કે તે એક લેગ સ્પિનર છે અને એક એવો ખેલાડી છે જે મેચ જીતાડીને આપી શકે છે.’

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ભારત માટે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો હતો અને તેણે આખા ટૂર્નામેન્ટમાં બેટ અને બૉલ બંનેથી ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને આ ટૂર્નામેન્ટમાં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. યુવરાજના સંન્યાસ બાદ ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં તેના જેવો પ્રતિભાશાળી ખેલાડી મળી શક્યો નથી. જો કે આ વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ સારા ફોર્મમાં ચાલી રહી છે એવામાં આશા એ જ છે કે આ વખત ભારતીય ટીમ વર્લ્ડ કપની ટ્રોફી પોતના નામે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp