હું જાણું છું કે... વિરાટ કોહલીએ ગાવસ્કરને ફરી સંભળાવ્યું?

PC: hindi.sportzwiki.com

'મારે બહારના અવાજ પર પ્રતિક્રિયા કરવાની જરૂર નથી. હું જાણું છું કે હું હકીકતમાં (મેદાન પર) શું કરી શકું છું.' આ શબ્દોથી શરૂ થયેલી વાતચીતમાં વિરાટ કોહલીએ પોતાના વિશે ઉઠતા અનેક સવાલોના જવાબ આપ્યા. અને જેવું તેણે આ કર્યું, તેવું લોકોએ તેને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે જોડી દીધું. હકીકતમાં, સુનીલ ગાવસ્કરે શુક્રવારે 17 મેના રોજ ફરી વિરાટ કોહલી પર ટિપ્પણી કરી હતી. હકીકતમાં, જ્યારે મુંબઈ vs લખનઉની મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી, ત્યારે સુનીલ ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલમાં કહ્યું હતું કે, 'જ્યારે વિરાટ કોહલીએ તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે સ્ટોપ-સ્ટાર્ટ કરિયર હતી. હકીકત એ છે કે, MS ધોનીએ તેને થોડી વધારાની ગતિ આપી અને તેથી જ આજે આપણે આ કોહલીને જોઈ શકીએ છીએ.'

તેના બીજા જ દિવસે વિરાટે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરી. તેણે કહ્યું, 'મારે બહારના અવાજ પર પ્રતિક્રિયા કરવાની જરૂર નથી. હું જાણું છું કે હું મેદાન પર શું કરી શકું છું. હું કેવા પ્રકારનો ખેલાડી છું અથવા મારી ક્ષમતાઓ શું છે તે જણાવવાની મારે કોઈની જરૂર નથી. મેં ક્યારેય કોઈને પૂછ્યું નથી કે મેચ કેવી રીતે જીતવી. મેં આ મારી જાતે, મેદાન પર શીખ્યો છું.

ટીમ માટે સળંગ મેચ જીતવી એ બાય-ચાન્સ નથી. મેદાનની અંદર પરિસ્થિતિ અનુભવવી અને બહારથી તેનું અવલોકન અને વિશ્લેષણ કરવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે, મારે જઈને કોઈને કહેવું જોઈએ કે, મારા વિશે આવી વાતો કહો. હું જાણું છું કે, હું ત્યાં શું કરી શકું છું.'

કોહલી અહીં જ ન અટક્યો. તેણે આગળ કહ્યું, 'હું સારૂ રમ્યો તે માટે હું કોઈની સાબિતી નથી જોઈતી કે, હું સારું રમ્યો, મને આ વસ્તુઓની જરૂર નથી. આ વાત મેં મારા પિતા પાસેથી ઘણા સમય પહેલા શીખી લીધી હતી. હું મારા રાજ્ય માટે અન્ય રીતે ખૂબ જલ્દી રમી શક્યો હોત, પરંતુ મારા પિતાએ કહ્યું હતું કે, જો તમે સક્ષમ છો, તો તમે તે કરી શકશો. મારી પાસે માત્ર પ્રદર્શન છે.'

ધોનીનો ઉલ્લેખ કરતા કોહલીએ વધુમાં કહ્યું કે, 'લોકો માહી ભાઈ વિશે પણ આવું જ કહેતા હતા. શા માટે તેઓ રમતને 20મી કે 50મી ઓવર સુધી લઈ જઈ રહ્યા છે? પરંતુ તેણે ભારત માટે કેટલી મેચો પૂરી કરી છે? તે કદાચ એકમાત્ર વ્યક્તિ છે જે જાણે છે કે તે શું કરી રહ્યો છે અને તે ત્યાંથી રમત પૂરી કરી રહ્યો છે.

મારા માટે, તે મસલ મેમરી છે. તે જાણે છે કે જો તે રમતને છેલ્લી ઓવર સુધી લઈ જશે તો તે મેચ જીતાડી દેશે. મારી માનસિકતા અલગ હતી. મેં વિચાર્યું કે આપણે રમતને 49મી કે 19મી ઓવરમાં ખતમ કરી દેવી જોઈએ. તે રમતને છેલ્લી ઓવર સુધી લઈ જવા માંગતો હતો, જ્યાં વિપક્ષી ટીમ ડરથી ધ્રૂજી રહી હતી.'

અહીં તમને જણાવી દઈએ કે, કોહલી આ પહેલા પણ એકવાર ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર્સને સંભળાવી ચુક્યો છે અને તે સમયે સુનીલ ગાવસ્કર પણ સામે આવ્યા અને તેમણે પણ તેને સંભળાવી દીધું હતું. તે સમયે ગાવસ્કરે વિરાટની સાથે સાથે એક સ્પોર્ટ્સ ચેનલને પણ સંભળાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp