મને વિરાટ સામેથી જોખમ લે છે તે ગમે છે પણ.., આ 4 પાક ખેલાડીઓએ કોહલીના વખાણ કર્યા

PC: hindnow.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શનિવારે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. આ હાઈવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનના ચાર ખેલાડીઓએ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પાકિસ્તાનના ઓપનર ઈમામ-ઉલ-હક, વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાન અને ફાસ્ટ બોલર હરિસ રઉફે કોહલીના દિલથી વખાણ કર્યા છે. ઇમામને કોહલી જે સામેથી જોખમ લે છે તે પસંદ કરે છે, રિઝવાનને તેનો ફિનિશિંગ ટચ ગમે છે.

ઈમામે મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહ્યું, 'મને કોહલીનું વલણ ખૂબ જ ગમે છે. તે ક્યારેય હાર નહીં માનવાનાં વલણ સાથે મેદાનમાં ઉતરે છે. તે ઓસ્ટ્રેલિયન ટીમને ઓસ્ટ્રેલિયામાં જ સ્લેજ કરે છે અને તેમની સાથે સામેથી જોખમ લઇ લે છે. મને તેના વિશેની આ વસ્તુઓ ગમે છે. જો કે હવે તે થોડો ઠંડો પડી ગયો છે. અમે એશિયા કપમાં જોયું કે વિરાટ હવે પહેલા જેવો વિરાટ રહ્યો નથી, જે તેની આક્રમકતા હતી. તેમનું ક્યારેય કોઈ પણ વસ્તુ ન છોડવાનું વલણ અને આત્મવિશ્વાસ બીજા બધા કરતા અલગ છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાનામાં આત્મવિશ્વાસ ધરાવે છે. તેને પોતાનામાં વિશ્વાસ છે કે, તે ટીમને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકશે. ક્ષમતાના મામલામાં ઘણા ખેલાડીઓ તેમના જેવા બની શકે છે. પરંતુ કોહલીની માનસિકતા અને તેનું વલણ અલગ છે. તેની રમત માટેની ભૂખ ક્યારેય સમાપ્ત થતી નથી.'

પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબે કહ્યું, 'કોહલી હંમેશા જે છે તેનાથી વધુ સારો થવાના પ્રયત્નોમાં રચ્યો રહે છે. તે સારો છે અને તેનાથી વધુ સારો થવા માંગે છે. તે વર્લ્ડ ક્લાસ છે. તે બધાથી કંઇક અલગ જ છે. આમ છતાં તે ભારત માટે કંઇક વધુ કરવા માંગે છે. તેની આ એક પ્રતિબદ્ધતામાં ખૂબ સારી છે.' જ્યારે, રિઝવાને કહ્યું, 'તમે જુઓ, જ્યારે તે સેટ થઈ જાય છે અને તેણે થોડા રન બનાવી લીધા હોય તો આવી સ્થિતિમાં તેની જે છેવટની વસ્તુ હોય છે તે છે ફિનિશિંગ ટચ, તેનો ફિનિશિંગ ટચ દુનિયાના કોઈપણ ખેલાડી કરતા અલગ છે. તે સમયે કોહલીની નજીક કોઈ નથી હોતું. આ કેટલીક ભગવાને આપેલી કુદરતી ભેટ હોય છે અને તે દરેક વિરોધી ટીમ માટે ખતરો બનેલો રહે છે.'

ફાસ્ટ બોલર હરિસ રઉફે નેટ્સમાં ભારતીય ખેલાડીઓને બોલિંગ કરી છે. રઉફે કહ્યું, 'જ્યારે હું ભારત માટે નેટ બોલર હતો. અને જ્યારે હું કોહલીને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે મને લાગતું હતું કે આ વ્યક્તિ જાણે છે કે, હું જ્યારે રમી રહ્યો છું ત્યારે હું ક્યાં બોલ મારી રહ્યો છું. તેનું ખૂબ ધ્યાન તેની પર જ હતું. તે નેટની અંદર પણ એટલી આક્રમકતા સાથે મેચ રમી રહ્યો હતો, જાણે કે તે મારી અને તેની વચ્ચેની મેચ હોય. મેં જેટલું વધુ તેનું રમત પર નિયંત્રણ જોયું, એટલે જ મને સમજાયું કે કોહલી આટલો પ્રખ્યાત કેમ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp