‘મારાથી ભૂલ થઇ અને..’, ભજ્જી સાથેની સિક્રેટ વાતચીત પર અકમલે તોડ્યું મૌન

PC: cricket.one

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેને અર્શદીપના સિખ ધર્મનું મજાક ઉડાવ્યું હતું. ત્યારે કામરાન અકમલની ટિપ્પણી પર ખૂબ વિવાદ થયો હતો. ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહે કામરાન અકમલને આડે હાથ લીધો હતો. હરભજન સિંહે પ્રતિક્રિયા આપ્યા બાદ કામરાન અકમલે સોશિયલ મીડિયા પર માફી માગી લીધી હતી. તો કામરાન અને હરભજનનો જ્યારે શનિવાર (6 જુલાઇ)એ વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સ 2024માં સામનો થયો તો બંને ઘણા સમય સુધી વાતચીત કરતા નજરે પડ્યા.

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સની આઠમી મેચમાં ઇન્ડિયા ચેમ્પિયન્સને પાકિસ્તાન ચેમ્પિયન્સે 68 રનથી હરાવી. મેચ બાદ ઇન્ડિયા ચેમ્પિયન્સના કેપ્ટન હરભજને કામરાન અકમાલ સાથે વાત કરી, જેની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં હરભજન સિંહ સખત અંદાજમાં કામરાન અકમલને સમજાવતા નજરે પડી રહ્યા છે. કામરાન અકમલે હવે હરભજન સાથે સિક્રેટ વાતચીત પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, જે મેં ભૂલ કરી હતી, તેની બાબતે હરભજન સિંહ સાથે ચર્ચા થઇ રહી હતી.

તેણે પોતાની ભૂલ સ્વીકારી અને ફરી એક વખત ઑન એર ટિપ્પણી માટે હરભજન પાસે માફી માગી. તેણે સાથે જ હરભજનના વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે, મારાથી ભૂલ થઇ હતી અને અમારી વચ્ચે એ જ એક વાત ચાલી રહી હતી. મેં ભૂલ કરી હતી, મારો ઇરાદો કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું ક્યારેય કોઇના ધર્મ બાબતે નકારાત્મક વિચારતો નથી. મેં એ ક્લિયર કરી દીધું. ભરભજન ઇન્ડિયા અને વર્લ્ડ ક્રિકેટના એક મહાન ઓફ સ્પિનર છે.  કામરાને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન વિવાદિત કમેન્ટ કરી દીધી હતી. પાકિસ્તાનને ત્યારે 120 રનના લક્ષ્યનો પીછો કરતા છેલ્લી ઓવરમાં 17 રનની જરૂરિયાત હતી.

અર્શદીપે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી અને ભારતીય ટીમે આ મેચ 6 રનથી જીતી લીધી હતી. અકમલે ઓવર પહેલા અર્શદીપને લઇને ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કામરાને ગયા મહિને વિવાદ થયા બાદ હરભજનને ટેગ કરતા X પર લખ્યું હતું મને હાલમાં જ કરાયેલી પોતાની ટિપ્પણીઓ પર ભારે દુઃખ છે અને હું હરભજન અને સિખ સમુદાય પાસે ઇમાનદારીથી માફી માગું છું. મારા શબ્દ અનુચિત અને અપમાનજક હતા. હું દુનિયાભરના સિખોનું ખૂબ સન્માન કરું છું અને મારો ક્યારેય કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો. હું હકીકતમાં માફી ઇચ્છું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp