હું ખૂબ ખરાબ કેપ્ટન હતો... ગૌતમના 'ગંભીર' આરોપો પર કેવિન પીટરસનનો જવાબ વાયરલ થયો
એક તરફ તમામ દિગ્ગજ ક્રિકેટરો હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ ગૌતમ ગંભીર તેને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાનીની જવાબદારી મળી હતી અને તેની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 13 માંથી માત્ર ચાર જ મેચ જીતી શકી હતી અને તે પ્રથમ ટીમ પણ બની હતી જે 2024ની IPL પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે અને હવે તેની પાસે માત્ર એક મેચ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શનને ધ્યાનમાં લઈએ તો સુકાની હાર્દિક પંડ્યાની ટીકા થાય તે અનિવાર્ય હતું. દિગ્ગજ ક્રિકેટરો AB De વિલિયર્સ અને કેવિન પીટરસને પણ પંડ્યાની કેપ્ટનશિપની આકરી ટીકા કરી હતી, પરંતુ આ બધાની વચ્ચે ગૌતમ ગંભીરે હાર્દિકનું સમર્થન કર્યું હતું અને AB De તેમજ કેવિન પીટરસનને આકરા સવાલો કર્યા હતા. હવે કેવિન પીટરસને ગંભીરને તેનો જવાબ આપ્યો છે અને તેનો જવાબ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગૌતમ ગંભીરે એક સ્પોર્ટ્સ ચેનલ પર એક શો દરમિયાન કહ્યું હતું કે, AB De વિલિયર્સ હોય કે કેવિન પીટરસન, તેઓએ તેમની કેપ્ટનશીપમાં શું કર્યું છે, કે તેઓ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર આંગળી ચીંધે છે. ગંભીરે એમ પણ કહ્યું કે, ક્રિકેટ નિષ્ણાતોનું કામ આ જ છે, અને જો મુંબઈ ઈન્ડિયન્સ આવતા વર્ષે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં સારું રમશે, તો આ જ લોકો તેના વખાણ પણ કરશે. એટલું જ નહીં, ગંભીરે કહ્યું કે, હાર્દિક પંડ્યા IPL વિજેતા કેપ્ટન છે અને આ હકીકત બદલી શકાય તેમ નથી.
He’s not wrong. I was a terrible captain!!! 😂😂😂😂😂😂😂@GautamGambhir 🩵
— Kevin Pietersen🦏 (@KP24) May 14, 2024
કેવિન પીટરસને આ સમગ્ર નિવેદનના જવાબમાં લખ્યું, 'તે બિલકુલ ખોટો નથી. હું ખૂબ જ ખરાબ કેપ્ટન હતો. પીટરસને આ પોસ્ટમાં ગૌતમ ગંભીરને ટેગ કર્યો છે. પીટરસને જે રીતે ગંભીરના તીક્ષ્ણ સવાલોના જવાબ આપ્યા, તે ચાહકોને પસંદ પડી રહ્યા છે. પીટરસનના આ જવાબ પછી લોકો તેની ખેલદિલીનું ઉદાહરણ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp