વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટરે ઉમરાન મલિકના વખાણ કરતાં કરી આ વાત...

PC: IPL

ઇન્ડિયન ફાસ્ટ બોલર ઉમરાન મલિકે IPLની આ સીઝનમાં તેમની સ્પીડ અને બોલિંગથી દરેકને ઇમ્પ્રેસ કર્યા છે. તેણે 157 કિલોમીટર પ્રતિ કલાકની બોલ ફેંકીને દુનિયાના ઘણાં ફેમસ અને લેજન્ડ કહી શકાય એવા ક્રિકેટર્સને પોતાના દીવાના બનાવ્યાં છે. સતત ફાસ્ટ બોલ ફેંકનાર ઉમરાનને આ સીઝનમાં કેટલાક બેટ્સમેન દ્વારા માર પણ પડ્યો છે. જોકે એ છતાં તેણે હંમેશાં કમબેક કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના ક્રિકેટ એક્સપર્ટ તરીકે કાર્ય કરતાં ઇયાન બિશપે હાલમાં જ ઉમરાનના ખૂબ જ વખાણ કર્યાં છે.

આ વિશે ઇયાન બિશપે કહ્યું હતું કે ‘મલિકની સ્પીડ એને દુનિયાના દરેક બોલરથી અલગ બનાવે છે. IPL જેમ જેમ આગળ જઈ રહ્યું છે એમ તેનામાં સુધારો આવી રહ્યો છે અને એ જોવાનું સારું લાગી રહ્યું છે. તે પોતાના કન્ટ્રોલમાં સુધારો લાવી રહ્યો છે અને તેને ખબર છે કે તેની સ્કિલ શું છે. એવું લાગે છે કે તે જલદી શીખનાર અને ખૂબ જ મહેનતુ બોલર છે. તેને બાઉન્ડ્રી પડે છે, પરંતુ એમ છતાં તે તેનો દમ લગાવવામાં પાછી પાની નથી કરતો. આ એક સારો એટિટ્યુટ છે. આનાથી ટી20 ફોર્મેટમાં ઘણો ફાયદો થાય છે.’

સનરાઇઝર્સ હૈદરાબાદે આ સીઝન માટે મલિકને રીટેન કર્યો હતો અને એના કારણે ઘણાં લોકોને થોડી હેરાની પણ થઈ હતી. જોકે મલિકે તેના પર્ફોર્મન્સથી હૈદરાબાદના આ નિર્ણયને સાચો સાબિત કરી દીધો છે. તેણે આ સીઝનમાં 12 મેચમાં 18 વિકેટ મેળવી છે. પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ તે બની ગયો છે. ઉમરાનની ઇકોનોમી નવથી વધુ છે. જોકે તેની સ્ટ્રાઇક રેટ પંદરથી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp