ICCએ આજે નિયમ બદલ્યો,બોલર જો હવે આ ભૂલ કરશે તો 5 પેનલ્ટી રન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ મંગળવારે મેન્સ ક્રિકેટની મર્યાદિત ઓવરોની મેચો માટે નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ પ્રમાણે બોલર પર દબાણ વધુ વધશે. ક્રિકેટને બોલરો અને બેટ્સમેનોની સમાન રમત માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નિયમોમાં થયેલા ફેરફારોને કારણે તે મોટાભાગે બેટ્સમેનોની રમત બની ગઈ છે.
ICC એ મંગળવારે કહ્યું કે મેન્સ ક્રિક્રેટ ODI અને T20 ઇન્ટરનેશનલમાં, જો બોલર આગલી ઓવર નાખવામાં 60 સેકન્ડથી વધુ સમય લે છે, તો ઇનિંગ્સમાં ત્રીજી વખત આવું કરનાર બોલિંગ કરનારી ટમ પર 5 રનની પેન્લટી લગાવવામાં આવશે. મતલબ કે બોલર 1 મિનિટ મોડું 3 વખત કરશે તો તેનું નુકશાન ટીમે ભોગવવું પડશે અને બેટીંગ કરનાર ટીમને 5 રન મળશે.
આ નિયમનો ઉપયોગ શરૂઆતામાં ટ્રાયલ તરીકે કરવામાં આવશે. ICC બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ICCએ પોતાના નિયમમાં કહ્યું છે કે, ચીફ એક્ઝિક્યુટિવ કમિટીએ સંમતિ આપી કે ડિસેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી મેન્સ ક્રિક્રેટ ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટ્રાયલ ધોરણે 'સ્ટોપ ક્લોક'નો ઉપયોગ કરવામાં આવશે. આ ઘડિયાળનો ઉપયોગ ઓવરો વચ્ચેના સમય પર નજર રાખવા માટે કરવામાં આવશે. નિવેદન અનુસાર, જો બોલિંગ ટીમ પાછલી ઓવર પૂરી કર્યાના 60 સેકન્ડની અંદર આગલી ઓવર નાખવા માટે તૈયાર ન હોય અને જો તમે ત્રીજી વખત આવું કરશો તો પાંચ રનની પેનલ્ટી લાગશે.
ICCએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાનીથી પિચને પ્રતિબંધિત કરવાની પોતાની પ્રક્રિયામાં પણ બદલાવ કર્યો છે. ICCએ કહ્યું હતું કે, પીચ અને આઉટફીલ્ડ દેખરેખ નિયમોમાં બદલાવને મંજૂરી આપવામાં આવી છે, જેમાં એ સ્ટાન્ડર્ડને સરળ કરવાનું શામેલ છે, જેના આધારે પીચ પર આંકલન કરવામાં આવે છે અને વેન્યૂનો આંતરરાષ્ટ્રીય દરજ્જો હટાવવાને લઈને હવે 5 વર્ષમાં ડિમિરિટ પોઈન્ટ્સની સંખ્યાને પાંચની જગ્યાએ 6 પોઈન્ટ્સ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ICC તરફથી 50 ઓવર ફેકવા માટે બોલિંગ કરનારી ટીમને 210 મિનિટ આપવામાં આવે છે. જેમ જેમ બોલિંગ કરનારી ટીમ ઓવર પૂરા કરવાનો સમય વધારે છે, તેમ તેમ એક ફીલ્ડર્સને એટલા સમય માટે 30 યાર્ડ સર્કલની અંદર રાખવો પડે છે, તેનાથી બેટિંગ કરનાર ખેલાડીને ફાયદો મળે છે અને તે સરળતાથી મોટા શોટ રમી શકે છે. પરંતુ આ ફેસલો થર્ડ અમ્પાયર્સ અને મેચ રેફરી મળીને લે છે કે બોલિંગ કરનારી ટીમને પેનલ્ટીના રૂપે એક ફીલ્ડર કેટલી ઓવર સુધી 30 ગજની અંદર રહેશે. બોલર પાસે એક ઓવર ફેકવા માટે 4 મિનિટ હોય છે અને 70 મિનિટ પછી એક ડ્રિન્ક્સ બ્રેક પણ હોય છે. જેને 210 મિનિટમાં શામેલ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp