ટેસ્ટ ક્રિકેટ બચાવવા ICCની સ્પેશિયલ તૈયારી, BCCI પણ રાજી, ખેલાડીઓ થશે માલામાલ

PC: icc-cricket.com

ICC ટેસ્ટ ક્રિકેટ માટે ઓછામાં ઓછા 150 લાખ અમેરિકન ડૉલર અલગથી ફંડ તૈયાર કરવા પર વિચારી રહી છે. જેનાથી ખેલાડીઓની મેચ ફીસ વધારવામાં મદદ મળશે. તેનાથી ખેલાડીઓને લોભમની T20 ફ્રેન્ચાઇઝી લીગ પર ધ્યાન કેન્દ્રિત કરતા રોકી શકાશે. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પ્રકારનો પ્રસ્તાવ રાખ્યો છે. BCCI સચિવ જય શાહ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પણ તેનાથી સહમત છે. જય શાહ અત્યારે ICC અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી આગળ છે.

આ ફંડથી ટેસ્ટ ક્રિકેટર્સની લઘુત્તમ મેચ ફીસમાં વધારો થશે. આ વિદેશી પ્રવાસો પર ટીમોને મોકલવાના ખર્ચને કવર કરશે. તેનાથી વેસ્ટ ઇન્ડીઝ જેવા ક્રિકેટ બોર્ડને મદદ મળશે, જેના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટની જગ્યાએ T20 પ્રતિયોગીતાઓમાં રમવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફંડ બન્યા બાદ બધા ખેલાડીઓ માટે લઘુત્તમ ચૂકવણી સુનિશ્ચિત હશે, જે લગભગ 10000 ડૉલર હશે. એ સિવાય આ એ દેશના વિદેશી પ્રવાસોના ખર્ચની પણ ચૂકવણી કરશે જે ટેસ્ટ ક્રિકેટમાં બન્યા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પ્રકારે ફંડની રચના કરવાની અવધારણા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઇક બેયર્ડે જાન્યુઆરીમાં રાખી હતી અને તેમને ખુશી છે કે તેના પર પ્રગતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે, આપણે દરેક બાધા દૂર કરવા અને ટેસ્ટ ક્રિકેટને સર્વશ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત છે. એ ઇતિહાસ અને એ વારસાને બનાવી રાખવાની જરૂરિયાત છે, જે સીમિત ઓવરોની ક્રિકેટના નવા સ્વરૂપો સાથે આગળ વધી રહ્યા છે.

આ ફંડથી 3 સૌથી અમીર ક્રિકેટ બોર્ડ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને કોઈ પ્રકારનો લાભ થવાની સંભાવના નથી કેમ કે તેઓ પહેલાથી જ પોતાના ખેલાડીઓને પૂરતી સેલેરી આપી રહ્યા છે. પરંતુ ICC પાસે ટેસ્ટ ક્રિકેટ માટે કેટલા પૈસા બચે છે એ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના બ્રોડકસ્ટર સ્ટાર સાથે ચાલી રહેલા વિવાદ પર પણ નિર્ભર કરે છે. સ્ટાર નેટવર્ક 2022 બ્રૉડકાસ્ટ ડીલને જ બનાવી રાખવા માગે છે અને વેલ્યૂ વાસ્તવમાં કિંમતથી અડધી કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp