ICCએ વર્લ્ડ કપ 2023 ફાઇનલ સહિત આ પીચોને આપી એવરેજ રેટિંગ

PC: gujaratijagran.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપ 2023ની કુલ 7 પીચોને રેટિંગ આપી છે. તેમાંથી ફાઇનલ સહિત 5 પીચો એવી છે જેને એવરેજ રેટિંગ મળી છે. તો 2 પીચોને સારી રેટિંગ મળી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલ અને કોલકાતના ઇડન ગાર્ડનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટૂર્નામેન્ટની બીજી સેમીફાઇનલ માટેની પીચોને એવરેજ રેટિંગ આપી છે.

ફાઇનલ માટે પીચ રેટિંગ ICC મેચ રેફરી અને ઝીમ્બાબ્વેના પૂર્વ બેટ્સમેન એન્ડીપાઇક્રોફ્ટ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે બીજી સેમીફાઇનલ માટે વિકેટની રેટિંગ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ દ્વારા આપવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને 240 રનો પર રોક્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં આ ટારગેટ હાંસલ કરીને છઠ્ઠી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાની જીતના હીરો ટ્રેવિસ હેડ રહ્યો હતો, જેણે 120 બૉલમાં 137 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. તો બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 212 રન પર રોકી દીધી હતી. આ ટારગેટને તેણે 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કુલ મળીને ટૂર્નામેન્ટમાં ભારતની 11માંથી 5 મેચોની પીચને ICC દ્વારા એવરેજ રેટિંગ આપવામાં આવી છે. ફાઇનલ સિવાય મેજબાન ટીમ વિરુદ્ધ કોલકાતામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ લખનૌમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ, અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ અને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થયેલી પીચને એવરેજ રેટિંગ આપવામાં આવી છે.

તો વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલી વર્લ્ડ કપની સેમીફાઇનલ પીચને સારી રેટિંગ મળી છે. આ મેચમાં ઉપયોગ કરવામાં આવેલી પીચ પર રમત ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.2 ઓવરમાં માત્ર 327 રન જ બનાવી શકી હતી. વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની હાર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પીચને લઈને મોટું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, મેચ માટે જે પીચ તૈયાર કરવામાં આવી હતી, તે ભારત માટે બેક ફાયર કરી ગઈ. ઓસ્ટ્રેલિયન અખબાર હેરાલ્ડ સને રિકી પોન્ટિંગના સંદર્ભે લખ્યું હતું કે, ‘પીચને વિકેટ લેવા તૈયાર કરવામાં આવી હતી, પરંતુ એ ભારત માટે ઊલટું પડી ગયું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp