ICCએ 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' પસંદ કરી, રોહિત સહિત 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માએ વર્ષ 2007 પછી એટલે કે 17 વર્ષ પછી ભારત માટે આ ચમત્કાર કર્યો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા પછી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની પસંદગી કરી. ICC દ્વારા તેની ટીમમાં સામેલ 11 ખેલાડીઓમાં રોહિત શર્મા સહિત 6 ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે, જ્યારે ICCએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોરખિયાને ટીમમાં 12મા ખેલાડી તરીકે રાખ્યો છે.
ICCની 11 સભ્યોની ટીમમાં 6 ભારતીય ખેલાડીઓ ઉપરાંત અફઘાનિસ્તાનના 3 ખેલાડીઓ અને વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICC ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને રહેમાનુલ્લાહની પસંદગી કરવામાં આવી હતી. રોહિત ભારત માટે સૌથી વધુ રન (257 રન) બનાવનાર બેટ્સમેન હતો, જ્યારે ગુરબાઝ આ ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ સ્કોરર હતો. જ્યારે ત્રીજા સ્થાને ICCએ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરનને રાખ્યો હતો, જ્યારે ચોથા સ્થાને સૂર્યકુમાર યાદવ હતો, જે ભારત માટે બીજો સૌથી વધુ રન બનાવનાર (199 રન) ખેલાડી હતો.
ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ICC ટીમમાં પાંચમા સ્થાને છે, જ્યારે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને છઠ્ઠા સ્થાને રાખવામાં આવ્યો છે. ભારતીય સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને સાતમા નંબરે, જ્યારે અફઘાનિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનને ટીમમાં આઠમા નંબરે રાખવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર જસપ્રીત બુમરાહ પણ ICC ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો, જ્યારે ભારતના સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહ (17 વિકેટ) અને અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી (17 વિકેટ)ને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ICCએ સિલેક્ટ કરેલી પોતાની ટીમમાં કોઈને કેપ્ટન બનાવ્યો નથી.
T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધી ટુર્નામેન્ટ (ICC): રોહિત શર્મા, રહેમાનુલ્લા ગુરબાઝ, નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, માર્કસ સ્ટોઈનિસ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ફઝલહક ફારૂકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp