રોહિતના હાથમાં ચાંદીની વર્લ્ડ કપ ટ્રોફી, જાણો ક્યારે મળે છે ગોલ્ડ કે સિલ્વર કપ

PC: x.com/CricCrazyJohns

જેવી જ ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને દિલ્હી પહોંચી તો ચારેય તરફ ઈન્ડિયા ઈન્ડિયાના અવાજો આવવા લાગ્યા. આ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી સાથે એરપોર્ટથી બહાર નીકળ્યો અને આખી ટીમ જોશમાં નજરે પડી. આ દરમિયાન બધાની નજરો હતી એ સિલ્વર કલરની વલ્ડ કપ ટ્રોફી ઉપર, જેને ભારતીય ટીમે ખૂબ મહેનતથી પોતાના નામે કરી હતી.  તમે પણ વર્લ્ડ કપ દરમિયાન ઘણી વખત આ ટ્રોફીને જોઈ હશે, પરંતુ ક્યારેય તમારા મનમાં એ વિચાર આવ્યો કે આખરે આ ટ્રોફી સિલ્વર કલરની કેમ છે? ઘણી વખત વર્લ્ડ કપ ટ્રોફી ગોલ્ડન કલરની હોય છે. તો આજે અમે તમને જણાવીએ કે આખરે તેની પાછળનું લૉજિક શું હોય  છે અને ક્યારે ટ્રોફીને સિલ્વર અને ક્યારે ગોલ્ડ રાખવામાં આવે છે.

શું છે તેની પાછળનું લૉજિક?

વર્લ્ડ કપ ટ્રોફીના કલરમાં મહત્ત્વનું અંતર સોના અને ચાંદીનું હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફીમાં ગોલ્ડનો ઉપયોગ થતો નથી અને આ સિલ્વર અને રોડિયમ મળાવીને બનાવવામાં આવે છે તો જે વન-ડે વર્લ્ડ કપ હોય છે તેની ટ્રોફી સોના અને ચાંદીથી મળાવીને બનાવવામાં આવે છે જેના કારણે તેનો રંગ ગોલ્ડન હોય છે. એવામાં 50 ઓવરવાળી મચોના વર્લ્ડ કપમાં જે ટ્રોફી મળે છે તે ગોલ્ડન હોય છે તો T20 મેચોના વર્લ્ડ કપમાં જે ટ્રોફી મળે છે તે સિલ્વર કલરની હોય છે.

T20 વર્લ્ડ કપની ટ્રોફીમાં શું છે ખાસ?

આ ટ્રોફીને સિલ્વર અને રોડિયમ મળાવીને બનાવવામાં આવી છે. ટ્રોફીનું વજન લગભગ 7 કિલો બતાવવામાં આવી રહ્યું છે અને ઊંચાઈ 51 સેન્ટિમીટરની આસપાસ છે.

કોની પાસે રહેશે ટ્રોફી:

વર્લ્ડ કપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. અસલી ટ્રોફી ICC પાસે જ રહે છે અને રેપ્લિકા ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ટીમના ખેલાડી આ ટ્રોફીને પોતાની પાસે નહીં રાખી શકે અને તેને ક્રિકેટ બોર્ડ પોતાની પાસે રાખે છે. જેમ આ વખત ભારતે વર્લ્ડ કપ જીત્યો છે તો હવે આ ટ્રોફીને BCCI પાસે રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 29 જૂને ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક અંદાજમાં હરાવી દીધી હતી. બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ભારતે આ જીત સાથે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી. વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી અને હોટલ પહોંચી બાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી.  જ્યાં તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp