મહિલા T20 WC 2024ના નવા શેડ્યૂલની કરી જાહેરાત,આ દિવસે ભારત પાકિસ્તાન થશે સામસામે

PC: zeenews.india.com

ICCએ સોમવારે (26 ઑગસ્ટ)ના રોજ મહિલા T20 વર્લ્ડ કપ 2024ના નવા શેડ્યૂલની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ટૂર્નામેન્ટની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે. પહેલી મેચમાં બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટક્કર થશે. T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશમાં આયોજિત થવાનો હતો, પરંતુ રાજનીતિક સંકટના કારણે ટૂર્નામેન્ટને UAEમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જો કે, T20 વર્લ્ડ કપની મેજબાની સત્તાવાર રૂપે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પાસે છે.

ટૂર્નામેન્ટમાં 10 ટીમો ટ્રોફી માટે મુકાબલો કરશે, જે 4-4 ગ્રુપ મેચ રમશે. ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચ હશે. ભારતીય ટીમ ગ્રુપ-Aનો હિસ્સો છે, જેમાં ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા છે. તો ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. ભારત ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્વ કરશે. ભારતની ચીર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સાથે 6 ઓક્ટોબરે મેચ રમાશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વર્સિસ રમાશે અને પછી 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી લીગ સ્ટેજ મેચ રમશે. પહેલી સેમીફાઇનલ 17 ઓક્ટોબરે દુબઈ અને બીજી 18 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. ફાઇનલ દુબઈમાં રમાશે. સેમીફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024નું અપડેટેડ શેડ્યૂલ:

3 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ વર્સિસ સ્કોટલેન્ડ, શારજાહ

ગુરુવાર 3 ઓક્ટોબર, પાકિસ્તાન વર્સિસ શ્રીલંકા, શારજાહ

4 ઓક્ટોબર, શુક્રવાર, દક્ષિણ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ, દુબઈ

4 ઓક્ટોબર, શુક્રવાર, ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ, દુબઈ

5 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ વર્સિસ ઈંગ્લેન્ડ, શારજાહ

5 ઓક્ટોબર, શનિવાર, ઓસ્ટ્રેલિયા વર્સિસ શ્રીલંકા, શારજાહ

6 ઓક્ટોબર, રવિવાર, ભારત વર્સિસ પાકિસ્તાન, દુબઈ

6 ઓક્ટોબર, રવિવાર, વેસ્ટ ઈન્ડીઝ વર્સિસ સ્કોટલેન્ડ, દુબઈ

7 ઓક્ટોબર, સોમવાર, ઈંગ્લેન્ડ વર્સિસ દક્ષિણ આફ્રિકા, શારજાહ

8 ઓક્ટોબર, મંગળવાર, ઓસ્ટ્રેલિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ, શારજાહ

9 ઓક્ટોબર, બુધવાર, દક્ષિણ આફ્રિકા વર્સિસ સ્કોટલેન્ડ, દુબઈ

9 ઓક્ટોબર, બુધવાર, ભારત વર્સિસ શ્રીલંકા, દુબઈ

10 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ, શારજાહ

11 ઓક્ટોબર, શુક્રવાર, ઓસ્ટ્રેલિયા વર્સિસ પાકિસ્તાન, દુબઈ

12 ઓક્ટોબર, શનિવાર, ન્યૂઝીલેન્ડ વર્સિસ શ્રીલંકા, શારજાહ

12 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ વર્સિસ દક્ષિણ આફ્રિકા, દુબઈ

13 ઓક્ટોબર, રવિવાર, ઈંગ્લેન્ડ વર્સિસ સ્કોટલેન્ડ, શારજાહ

13 ઓક્ટોબર, રવિવાર, ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા, શારજાહ

14 ઓક્ટોબર, સોમવાર, પાકિસ્તાન વર્સિસ ન્યૂઝીલેન્ડ, દુબઈ

15 ઓક્ટોબર, મંગળવાર, ઈંગ્લેન્ડ વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ

દુબઈ 17 ઓક્ટોબર, ગુરુવાર, પ્રથમ સેમીફાઇનલ

દુબઈ 18 ઓક્ટોબર, શુક્રવાર, બીજી સેમી-ફાઈનલ

શારજાહ 20 ઓક્ટોબર, રવિવાર, ફાઈનલ, દુબઈ.

ઉલ્લેખનીય છે કે શેખ હસીનના નેતૃત્વવાળી અવામી લીગ સરકારના પતન બાદ દેશભરમાં હિંસાની ઘટનાઓમાં સેકડો લોકોના મોત થઈ ચૂક્યા છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું. દેશમાં એક વચગાળાની સરકાર બનાવવી પડી છે અને 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને તેના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના નજીકના કહેવાતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમૂલ હસન પાપોન પણ દેશ છોડીને ભાગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp