મેચ જીતાડ્યા બાદ શિવમ દૂબેએ જણાવ્યું કોની પાસેથી શીખી ફિનિશિંગ કળા

PC: BCCI

ભારતીય ટીમને અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી T20 મેચમાં જીત અપાવ્યા બાદ યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં રમતા તેણે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું શીખ્યું છે કે મેચને કેવી રીતે ફિનિશ કરવામાં આવે છે. શિવમ દુબેના જણાવ્યા મુજબ, તેણે આ વસ્તુ ધોની પાસે જ શીખી છે કે જ્યારે તમે પીચ પર આવી જાવ તો પછી મેચ પૂરી કરીને જાવ. શિવમ દુબેએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી.

તેણે માત્ર 40 બૉલ પર 5 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 60 રન બનાવ્યા. તે છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો અને ભારતીય ટીમને જીત અપાવીને જ પાછો ફર્યો. શિવમ દુબેને તેની શાનદાર ઇનિંગના બદલે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. મેચ બદ જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પ્રતિક્રિયા આપી. યુવા ઓલરાઉન્ડર ખેલાડી કહ્યું કે, 'મને ખૂબ શાનદાર અવસર મળ્યો હતો.'

શિવમ દુબેએ કહ્યું કે, મેં પોતાની જાતને આ હિસાબે તૈયાર કર્યો હતો કે આ અવસર ગુમાવવાનું નથી. આ કારણે જ્યારે હું બેટિંગ માટે આવ્યો તો મેચ ફિનિશ કરીને જ આવવા માગતો હતો. મેં આ વસ્તુ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી શીખી છે અને આ કારણે હું મેચ ફિનિશ કરીને આવવા માગતો હતો. હું હંમેશાં માહી ભાઈ સાથે વાત કરતો રહું છું. તે એક લેજન્ડરી ખેલાડી છે. હું તેમણે જોઈને હંમેશાં તેમની પાસેથી શીખતો રહું છું. તેમણે મારી ગેમને લઈને કેટલીક વસ્તુઓ મને બતાવી હતી.

તેણે કહ્યું હતું કે, મેં બેટિંગ સારી કરું છું અને જ્યારે મહેન્દ્ર સિંહ ધોની એમ કહે છે તો મારું કોન્ફિડેન્સ ખૂબ વધી જાય છે અને હું ખૂબ મોટિવેટ થઈ જાઉ છું. ઉલ્લેખનીય છે કે IPLમાં છેલ્લી કેટલીક સીઝનથી શિવમ દુબે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. મેચની વાત કરીએ તો સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ (42) રન નબીએ બનાવ્યા હતા. તો ભારત તરફથી બોલિંગ કરતા મુકેશ કુમાર અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. તો 159 રનના લક્ષ્યને પીછો કરવા ઉતરેલી 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp