આ દિગ્ગજે કહ્યું- પંત પોતાના એક પગ પર ફિટ હોય, તો તેણે ટીમમાં આવવું જોઈએ
દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું માનવું છે કે જૂનમાં થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વિકેટકીપરની જગ્યા માટે 3 ખેલાડીઓ વચ્ચે રેસ હશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ લાંબો ટૂર કર્યા બાદ ભારતીય ટીમ આજથી અફઘાનિસ્તાન સામે મેચ રમશે, જે વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમની અંતિમ T20 સીરિઝ હશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એક વખત રમતના સૌથી નાના ફોર્મેટમાં રમતા નજરે પડશે. સિલેક્ટર્સે આગામી સીરિઝ માટે ઘણા ખેલાડીઓનું સિલેક્શન કર્યું નથી.
વેસ્ટ ઈન્ડીઝ અને યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા આ વર્ષના અંતમાં T20 વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે ટીમની જાહેરાત કરી, જેમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનની વાપસી થઈ છે, જ્યારે ભારતે પૂર્વ ઉપકેપ્ટન કે.એલ. રાહુલને સિલેક્ટ કર્યો નથી, ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરને આરામ આપવામાં આવ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરતા સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમમાં પોતાની જગ્યા ફરીથી હાંસલ કરવા માટે રિષભ પંતનું સમર્થન કર્યું છે.
રિષભ પંત વર્ષ 2022માં ભયંકર કાર દુર્ઘટનાનો શિકાર થયો હતો. જો કે, તે રિકવર કરી ચૂક્યો છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં વાપસી કરવા માટે તૈયાર છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘હું પણ તેને (કે.એલ. રાહુલ)ને વિકેટકીપર તરીકે જોઈ રહ્યો છું, પરંતુ હું એ અગાઉ એક વાત કહેવા માગું છું જો રિષભ પંત પોતાના એક પગ પર ફિટ છે, તો તેણે ટીમમાં આવવું જોઈએ. કેમ કે તે દરેક ફોર્મેટમાં ગેમ ચેન્જર છે. જો હું સિલેક્ટર છું, હું તેનું નામ પહેલા રાખીશ. એ સારું હશે. કેમ કે તેનાથી સંતુલન બનશે. ત્યારે તમારી પાસે વિકલ્પ હશે કે તમે તેને ઓપનર કે મિડલ ઓર્ડરમાં કે 5માં કે 6 નંબર પર ઉપયોગ કરવા માગો છો.’
તેમણે કહ્યું કે, ‘ખેલાડીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા સારી છે. બધા 3 ખેલાડી સારા છે. આપણે જીતેશ શર્માને જોયો છે. તે ખૂબ સારું ફિનિશર છે અને સ્ટ્રાઈકર છે. T20 ક્રિકેટમાં સામાન્ય રીતે પાછળ રહે છે અને કદાચ જ ક્યારેક સ્ટમ્પની નજીક હોય છે. ગાવસ્કરે કહ્યું કે, એટલે ભલે તમારી પાસે વિકેટકીપિંગમાં એટલું કૌશલ્ય નથી, પરંતુ બેટિંગ અને ફોર્મ છે, તો તમે ટીમમાં આવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp