'જો હિમ્મત હોય તો...', સાનિયા મિર્ઝા સાથે નામ જોડનારાને શમીએ કહ્યું...
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આખરે તેના અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે જોડાયેલી અફવાઓ પર ખુલીને વાત કરી છે. સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શમી અને સાનિયા જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સાથે તેનો ફોટો પણ એડિટ કરીને ઓનલાઈન શેર કરવામાં આવ્યો હતો. આખરે આ વાત પર શમીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
તાજેતરમાં, યુટ્યુબ પર શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં, શમીને આ અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેણે આવા સમાચાર ફેલાવનારાઓની આકરી ટીકા કરી હતી. ફાસ્ટ બોલરે લોકોને સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવાનું ટાળવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, ભલે આવા મીમ્સ મનોરંજન માટે બનાવવામાં આવે, પરંતુ તે નુકસાનકારક પણ હોઈ શકે છે.
શમીએ કહ્યું, 'હું દરેકને અપીલ કરું છું કે, સોશિયલ મીડિયા પ્રત્યે જવાબદાર બનો અને આવા પાયાવિહોણા સમાચાર ફેલાવવાનું ટાળો. તે વિચિત્ર છે, તેમાં બીજું છે શું? જબરજસ્તી કરી છે પણ શું કરું? જ્યારે તમે ફોન ખોલો છો, ત્યારે તમને તમારો પોતાનો ફોટો દેખાય છે. પણ હું એક જ વાત કહેવા માંગુ છું કે, આવુ કોઈએ ન કરવું જોઈએ. હું સંમત છું કે મીમ્સ તમારા આનંદ માટે છે, પરંતુ જો તે કોઈના જીવન સાથે સંબંધિત હોય, તો તમારે ખૂબ જ સમજી વિચારીને મીમ્સ બનાવવા જોઈએ.'
શમીએ આગળ કહ્યું, 'આજે તમે વેરિફાઈડ પેજ નથી, તમારું એડ્રેસ જાણીતું નથી, જો તમે પ્રખ્યાત વ્યક્તિ નથી તો તમે બોલી શકો છો. પણ હું એક જ વાત કહેવા માંગુ છું, જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ પેજ પરથી બોલીને બતાવો, પછી હું તમને બતાવીશ. બીજાના જીવન પર મજાક કરવી ખુબ જ સરળ છે. સફળતા હાંસલ કરો, તમારું સ્તર વધારશો. પછી હું સ્વીકારીશ કે તમે સારા વ્યક્તિ છો.'
શમી હજુ સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે. તેણે વનડે વર્લ્ડ કપ પછીથી મેદાન પર રમવા ઉતર્યો નથી. ઈજા હોવા છતાં, શમીએ ગયા વર્ષે વર્લ્ડ કપમાં બોલિંગ કરી હતી અને હલચલ મચાવી દીધી હતી. પગની ઘૂંટીની ઈજાને કારણે તે હાલમાં બહાર છે. 33 વર્ષીય શમી IPL 2024 અને T20 વર્લ્ડ કપ 2024માં પણ રમી શક્યો નહોતો.
મોહમ્મદ શમીએ આ ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસને લઈને પણ મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે, તે હવે ફિટ થઈ રહ્યો છે અને ખુદ હવે સારું અનુભવી રહ્યો છે. ટૂંક સમયમાં તે પોતાની ફિટનેસ પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે અને ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે. મોહમ્મદ શમી ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023થી ટીમની બહાર છે. તેણે પગની ઘૂંટીની સર્જરી પણ કરાવી છે. શમીએ કહ્યું કે તેણે હવે થોડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp