જો તમારે T20 વર્લ્ડ કપ જીતવો હોય તો... નવજોત સિંહે કોચ દ્રવિડને આપ્યો મંત્ર

PC: crickettimes.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને મહત્વપૂર્ણ સલાહ આપી છે. સિદ્ધુએ જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા કેવી રીતે વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે. આ માટે રાહુલ દ્રવિડે આ કામ કરવું પડશે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનો ગુરુમંત્ર કહ્યો છે. ICC T20 વર્લ્ડ કપનું આયોજન જૂનમાં થવાનું છે. તેની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપની શરૂઆત અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. પ્રથમ મેચ 1 જૂને રમાશે. સિદ્ધુ તાજેતરમાં કોમેન્ટ્રી બોક્સમાં પરત ફર્યો છે. તે IPLમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. એક નિષ્ણાત તરીકે સિદ્ધુનું કહેવું છે કે, ભારતીય ટીમે 5 નિષ્ણાત સ્પિન બોલરો સાથે T20 વર્લ્ડ કપમાં જવું જોઈએ.

60 વર્ષના નવજોત સિંહ સિદ્ધુએ એક સ્પોર્ટ ચેનલ ને કહ્યું કે, ભારતીય ટીમ 11 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુકાળને કેવી રીતે ખતમ કરી શકે છે. સિદ્ધુએ કહ્યું, 'રાહુલ દ્રવિડ માટે મારી પાસે એક સરળ સંદેશ છે. જો તમારે આ ટૂર્નામેન્ટ જીતવી હોય તો, તમારે એવા નિષ્ણાત બોલર્સની જરૂર છે જે 5 વિકેટ લઈ શકે. તમારી પાસે 3 સ્પિનરો છે. રવિ બિશ્નોઈ છે. તમારી પાસે કુલદીપ યાદવ છે. રવીન્દ્ર જાડેજા છે જે બેટિંગ અને બોલિંગ બંનેમાં નંબર વન છે.'

ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચો પર સ્પિનરો અસરકારક સાબિત થશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે. કુલદીપ IPLમાં દિલ્હી કેપિટલ્સ અને ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, 'તમે કુલદીપ કે બિશ્નોઈને લાવો. કુલદીપને તક આપો. 2 સ્પિનરો થઇ ગયા છે, અને જો વિકેટ સ્પિનને અનુકૂળ હોય તો તે ત્રણ પણ બની જાય અને 3 ફાસ્ટ બોલરોની જરૂર છે.'

BCCI પસંદગીકારો આ અઠવાડિયે T20 વર્લ્ડ કપ માટે બેઠક યોજી શકે છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગીકારોની પેનલ 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુલદીપ અને જાડેજાની પસંદગી લગભગ નિશ્ચિત છે જ્યારે બુમરાહ, અર્શદીપ અને સિરાજને પેસ આક્રમણમાં તક મળી શકે છે. અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને અવેશ ખાન છઠ્ઠા બોલિંગ વિકલ્પ માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp