મેચ દરમિયાન અંદરોઅંદર જ બાખડી પડ્યા બે પાકિસ્તાની ક્રિકેટર, વીડિયો આવ્યો સામે

PC: freepressjournal.in

પાકિસ્તાન ટીમના 2 દિગ્ગજ ક્રિકેટર ઈફ્તિખાર અહમદ અને અસદ શફીક એક ઘરેલુ ટૂર્નામેન્ટ દરમિયાન પરસ્પર ઝઘડી પડ્યા. આ બંને જ ખેલાડી સિંધ પ્રીમિયર લીગ (SPL)માં હિસ્સો લઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમની વચ્ચે કોઈ વસ્તુને લઈને બોલાબોલી થઈ ગઈ. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈફ્તિખાર અહમદ આ લીગમાં કરાચી ગાજી તરફથી રમી રહ્યો હતો. તો અસદ શફીક લારખાના ચેલેન્જર્સની ટીમનો હિસ્સો છે. ઈફ્તિખાર અહમદે ઇનિંગની 8મી ઓવરમાં અસદ શફીકને આઉટ કર્યો.

અસદ શફીકની વિકેટ લીધા બાદ ઈફ્તિખાર ખૂબ ખુશ નજરે પડી રહ્યો હતો અને આ દરમિયાન તેણે અસદ શફીકને સેન્ડ ઓફ પણ આપ્યું. જો કે, કે અસદ શફીક તેનાથી ખુશ ન નજરે પડ્યો અને તેણે ઈફ્તિખાર અહમદનો વિરોધ કર્યો. બંને ખેલાડીઓ વચ્ચે વાત આગળ વધી ગઈ, પરંતુ ત્યારે ઓન ફિલ્ડ અમ્પાયર્સે વચ્ચે બચાવ કરીને મામલાને થાળે પાડ્યો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ફેન્સ ઈફ્તિખાર અહમદની ખૂબ નિંદા કરી રહ્યા છે.

મોટા ભાગના લોકોનું એ જ માનવું છે કે ઈફ્તિખારને એ હરકત કરવી જોઈતી નહોતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉની ઓવરમાં અસદ શફીકે ઈફ્તિખાર અહમદ વિરુદ્ધ છગ્ગો અને ચોગ્ગો લગાવ્યો હતો. કદાચ આ જ કારણ હતું જ્યારે અસદ શફીકને ઈફ્તિખારે આઉટ કર્યો તો પછી એટલી આક્રમક અંદાજમાં સેલિબ્રેશન કર્યું. જો કે, ત્યારબાદ તેણે પોતાના આ વલણ માટે માફી પણ માગી લીધી. ઈફ્તિખારે કહ્યું કે, તેણે આ પ્રકારની હરકત કરવી જોઈતી નહોતી.

આ મેચમાં અસદ શફીકની ટીમને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. 161 રનોના ટારગેટનો પીછો કરતા લારખાના ચેલેન્જર્સની ટીમ માત્ર 92 રન જ બનાવીને સમેટાઇ ગઈ. ઈફ્તિખાર અહમદે મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે 69 રન બનાવવા સિવાય 3 વિકેટ પણ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp